Baroda

ડભોઇ અને સાવલીમાં ગેરકાયદે ખનન અને વહન કરતા 5 વાહનો સહિત દોઢ કરોડનો મુદ્દામાલ જપ્ત

By GS Team
11 Oct 20261 min read
TukuTouch Logo
વડોદરા જિલ્લામાં ખનીજ માફિયાઓ સામે તંત્રએ લાલ આંખ કરી છે. ડભોઇના સીતપુર ગામેથી ગેરકાયદેસર માટી ખનન કરતી 1 હિટાચી અને 2 ટ્રક ઝડપાઈ, રૂ.1 કરોડનો મુદ્દામાલ સીઝ થયો. ઉપરાંત, સાવલીમાંથી ગેરકાયદે ખનીજ વહન કરતી 3 ટ્રકો રૂ.50 લાખના મુદ્દામાલ સાથે પકડાઈ. કુલ રૂ.1.50 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ડભોઇ અને સાવલીમાં ગેરકાયદે ખનન અને વહન કરતા 5 વાહનો સહિત દોઢ કરોડનો મુદ્દામાલ જપ્ત

Vadodara: વડોદરા જિલ્લામાં બેફામ બનેલા ખનીજ માફિયાઓ સામે જિલ્લા તંત્ર અને ખાણ ખનીજ કચેરી દ્વારા લાલ આંખ કરી ડભોઇ અને સાવલી તાલુકામાં ગેરકાયદે ખનન અને વહન ઝડપી પાડી રૂ.1.50 કરોડથી વધુની કિંમતનો મુદ્દામાલ સીઝ કર્યો હતો.
ડભોઇ તાલુકાના સીતપુર ગામે સાદી માટી ખનીજનું ગેરકાયદેસર ખનન અને વહન થઈ રહ્યું હોવાની બાતમી મળી હતી. જેના આધારે ટીમે સ્થળ પર અચાનક દરોડો પાડયો હતો. આ કાર્યવાહી દરમિયાન ઘટનાસ્થળેથી ગેરકાયદેસર રીતે માટીનું ખનન કરતું 1 હિટાચી મશીન તેમજ માટીનું પરિવહન કરતી ૨ ટ્રક ઝડપાઈ ગઈ હતી. તંત્રે સ્થળ પરથી આશરે રૂ.1 કરોડની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરીને વાહનોને સીઝ કર્યા હતા.

ડભોઇ ઉપરાંત વડોદરા ખાણ ખનીજ ટીમ દ્વારા સાવલી તાલુકામાં ગેરકાયદેસર રીતે ખનીજનું વહન કરતી ૩ ટ્રકોને ઝડપી પાડવામાં આવી હતી. સાવલી ખાતેથી જપ્ત કરાયેલા આ વાહનો અને ખનીજનો મુદ્દામાલ આશરે રૂ.50 લાખ જેટલો આંકવામાં આવ્યો છે.