Baroda

પત્નીની નજર સામે જ ઇકોની ટક્કરે પતિનું કરૃણ મોત

By GS Team
7 Oct 20261 min read
TukuTouch Logo
વડોદરામાં વાઘોડિયા ચોકડી પાસે નેશનલ હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે જતી ઇકો કારે રોડ ક્રોસ કરતા રિક્ષાચાલક મહેશ ભાઇલાલ બારીયાને અડફેટમાં લીધા હતા. પત્નીની નજર સામે જ મહેશનું ઘટનાસ્થળે કરુણ મોત નિપજ્યું હતું. રિક્ષાચાલક વતનમાં જઈ પરત ફરતી વખતે આ દુર્ઘટનાનો ભોગ બન્યા હતા. કપુરાઈ પોલીસે ઇકોચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પત્નીની નજર સામે જ ઇકોની ટક્કરે પતિનું કરૃણ મોત

શહેરના છેડે નેશનલ હાઇવે પર વાઘોડિયા ચોકડી પાસે પૂરપાટઝડપે જતી એક ઇકોએ રોડ ક્રોસ કરતા રિક્ષાચાલકને અડફેટમાં લઇ ઉછાળતા પત્નીની નજર સામે જ રિક્ષાચાલક પતિનું સ્થળ પર કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ વાઘોડિયા ચોકડી પાસે તક્ષ ગેલેક્ષીમાં રહેતો મહેશ ભાઇલાલ બારીયા રિક્ષાચાલક હતો. ગઇકાલે સવારે તેની પત્ની અલ્પાબેન અને સાળી અલકાને લઇને રિક્ષામાં બોડેલી તાલુકાના ગાજીપુરા ખાતે વતનમાં રિક્ષા લઇને ગયો હતો. સાંજે વતનમાંથી વડોદરા પરત ફરી વાઘોડિયા ચોકડી આવ્યા હતાં.
અલકાને નિઝામપુરા મૂકવા જવાનું હોવાથી રિક્ષા વાઘોડિયાચોકડીથી સર્વિસરોડ પર આવી આજવા ચોકડી તરફ જતી વખતે તક્ષ ગેલેક્ષી મોલ સામે રિક્ષા મહેશે ઊભી રાખી હતી અને તે કોઇકને ચાવી આપવા જઉં છું તેમ કહી હાઇવે ક્રોસ કરીને સામેની બાજુ જતો હતો. આ વખતે રિક્ષામાં તેની પત્ની અલ્પા તેમજ સાળી અલકા બંને બેઠા હતાં. મહેશ ડિવાઇડર ક્રોસ કરીને સામે જતો હતો ત્યારે પૂરપાટઝડપે જતી એક ઇકોએ ટક્કર મારતા મહેશને ગંભીર ઇજા થઇ હતી. અકસ્માતના પગલે તેની પત્ની અને સાળી બંને સ્થળ પર દોડી ગયા હતા પરંતુ મહેશનું મોત નિપજ્યું હતું. આ અંગે કપુરાઇ પોલીસે ઇકોચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.