Baroda

વડોદરામાં વહેલી સવારે સંગમ ચાર રસ્તા પાસે હિટ એન્ડ રન: મંદિરે દર્શન કરવા નીકળેલા સીનિયર સિટીઝનને કારચાલકે ફંગોળ્યા

By GS Team
27 Aug 20261 min read
TukuTouch Logo
વડોદરાના કારેલીબાગમાં 73 વર્ષીય ભરતભાઈ અમીન સ્વામિનારાયણ મંદિરે આરતી કરવા જઈ રહ્યા હતા. સંગમ ચાર રસ્તા પાસે રોડ ક્રોસ કરતી વખતે પૂરપાટ ઝડપે આવતી કારે તેમને અડફેટે લીધા. આ હિટ એન્ડ રનમાં તેમને જમણા પગે ફ્રેક્ચર થયું. અકસ્માત સર્જી કારચાલક ફરાર થઈ ગયો. કુંભારવાડા પોલીસે ગુનો નોંધી CCTV ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરામાં વહેલી સવારે સંગમ ચાર રસ્તા પાસે હિટ એન્ડ રન: મંદિરે દર્શન કરવા નીકળેલા સીનિયર સિટીઝનને કારચાલકે ફંગોળ્યા

Vadodara Hit And Run : વડોદરાના કારેલીબાગની સત્યન સોસાયટીમાં રહેતા 73 વર્ષના ભરતભાઈ છોટાભાઈ અમીન નિવૃત્ત જીવન ગુજારે છે. છેલ્લા એક વર્ષથી તેઓ કારેલીબાગ સંગમ ચાર રસ્તા પાસે આવેલા સ્વામિનારાયણ મંદિરે આરતીના દર્શન કરવા માટે ઘરેથી છ વાગે ચાલતા જાય છે. ગઈકાલે સવારે પણ તેઓ રાબેતા મુજબ ઘરેથી ચાલતા નીકળ્યા હતા. સંગમ ચાર રસ્તા પાસે આવીને તેઓ સામે મંદિરે જવા માટે રોડ ક્રોસ કરતા હતા તે દરમિયાન કારેલીબાગ પાણીની ટાંકી તરફથી પૂરપાટ ઝડપે આવી રહેલી એક કારના ચાલકે તેઓને અડફેટે લીધા હતા. અકસ્માતમાં તેમને જમણા પગે ફેક્ચર થયું હતું. એકસીડન્ટ કર્યા બાદ કાર ચાલક ભાગી ગયો હતો. જે અંગે કુંભારવાડા પોલીસે ગુનો દાખલ કરી સીસીટીવી ફૂટેજ આધારે કાર ચાલકની શોધખોળ શરૂ કરી છે.