Baroda

લક્ઝરી બસને હાઈજેક કરી પેસેન્જરોની લૂંટ : 45 વર્ષે લૂંટારું ઝડપાયો

By GS Team
17 Aug 20261 min read
TukuTouch Logo
વડોદરા: કરજણ હાઈવે પર 45 વર્ષ પહેલા બસના મુસાફરોને બાનમાં રાખી લૂંટ ચલાવનાર આરોપીને ઉત્તરપ્રદેશથી ઝડપી લેવાયો છે. 1981માં રાજકોટથી મુંબઈ જતી લક્ઝરી બસના ડ્રાઈવરને રિવોલ્વર બતાવી, મુસાફરો પાસેથી રોકડ, ઘડિયાળ અને સોનાના દાગીના સહિત 33 હજારની લૂંટ થઈ હતી. નાસતા ફરતા આરોપી હબીબ અહેમદ અબ્દુલ શકુર પઠાણને LCB ટીમે ઉત્તરપ્રદેશના કાસગંજમાંથી દબોચી લીધો.

Summarized by AI; it may make mistakes. Check important info

લક્ઝરી બસને હાઈજેક કરી પેસેન્જરોની લૂંટ : 45 વર્ષે લૂંટારું ઝડપાયો

Vadodara News : વડોદરાના કરજણ હાઇવે ઉપર આખી બસના પેસેન્જરને બાનમાં રાખી લૂંટ ચલાવનાર આરોપી 45 વર્ષ બાદ ઉત્તરપ્રદેશથી ઝડપી લેવામાં આવ્યો છે.
રાજકોટથી મુંબઈ જતી લક્ઝરી બસના ડ્રાઇવરને રિવોલ્વર બતાવી લૂંટ ચલાવવાના 45 વર્ષ જૂના કેસમાં નાસતા ફરતા આરોપીને એલસીબી ટીમે ઉત્તરપ્રદેશમાંથી ઝડપી પાડ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ તા.27 જુલાઈ, 1981ની રાત્રે રાજકોટથી મુંબઈ જતી લક્ઝરી બસના ડ્રાઇવરને લૂંટવાના ઇરાદે લૂંટારૂઓ મુસાફરોના સ્વાંગમાં બસમાં બેઠા હતા. બાદમાં લાકોદરા ગામની સીમમાં હાઇવે પર વળાંકમાં સાઇડમાં લઈ જઈ બંદૂકની અણીએ બસમાં સવાર મુસાફરો તથા કંડક્ટર પાસેથી રોકડ રકમ, ઘડિયાળ અને સોનાના દાગીના સહિત કુલ રૂ.33 હજારની લૂંટ કરી હતી.
આ ગુનામાં અન્ય આરોપીઓ ઝડપાઈ ગયા હતા, જ્યારે હબીબ અહેમદ અબ્દુલ શકુર પઠાણ ફરાર હતો. આરોપી ઉત્તરપ્રદેશના કાસગંજ વિસ્તારમાં અલગ-અલગ સરનામે નામ બદલીને રહેતો હોવાની માહિતી પોલીસને મળી હતી.
એલસીબી ટીમને હ્યુમન સોર્સની બાતમીના આધારે આરોપીનું ચોક્કસ સરનામું શોધી કાઢવામાં આવ્યું હતું. ટીમ ઉત્તરપ્રદેશ પહોંચી અને સતત વોચ રાખી આરોપી હબીબ અહેમદ અબ્દુલ શકુર પઠાણને તેના ઘરેથી ઝડપી પાડી રાજકોટ લાવવામાં આવ્યો હતો.