apk ફાઇલના ફ્રોડ માટે હેક કરેલા ફોનનો ઉપયોગઃવેડિંગ ઇન્વિટેશનના ભાવભર્યા આમંત્રણમાં વૃધ્ધે 10.61લાખ ગુમાવ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ઓનલાઇન ઠગાઇ કરનારા ઠગો મોબાઇલ ધારકો,પોલીસ અને બેન્ક કરતાં વધુ એક્ટિવ છે.મોટાભાગે તેઓ એપીકે ફાઇલ માટે હેક કરેલા મોબાઇલનો ઉપયોગ કરતા હોય છે જેથી પરિચિતો તરત જ ભરોસો મૂકી ફાઇલ ઓપન કરે.આવા જ એક કિસ્સામાં વડોદરાના વૃધ્ધે રૃ.૧૦.૬૧ લાખ ગુમાવ્યાછે.
વડોદરાના પ્રોડક્ટિવિટી રોડ પર રહેતા રમેશભાઇ અમથાલાલ નામના ૭૮ વર્ષીય સિનિયર સિટિઝનને ગઇ તા.૫મી સપ્ટેમ્બરે એપીકે ફાઇલ વાળું વેડિંગ ઇન્વિટેશન મળ્યું હતું.પરિચિતના મોબાઇલ પરથી આવેલા આમંત્રણ કાર્ડની સાથે એક ભાવભર્યું લખાણ પણ હતું.જેમાં અમારે ઘેર ખૂબ આનંદ અને શુભ પ્રસંગ આવવાનો છે,લગ્નનું આમંત્રણ સાથે જોડેલ છે..કૃપા કરીને જરૃરથી ઓપન કરીને નવદંપતીને આશીર્વાદ આપશો.આપના આગમનની આતુરતા પૂર્વક રાહ જોઇ રહ્યા છીએ…તેવા શબ્દો લખેલા હતા.
પરિચિતનો મોબાઇલ નંબર હોવાથી રમેશભાઇએ કાર્ડ ઓપન કર્યું હતું.આ સાથે મને મેસેજો આવવા માડતા મેં બીજા દિવસે આઇસીઆઇસીઆઇની બ્રાન્ચમાં જઇ તપાસ કરતાં કોઇ ટ્રાન્જેક્શન નહિ થયા હોવાનું જણાયું હતું.જેથી મેં એપીકે ફાઇલ અને મેસેજો ડિલિટ કરી દીધા હતા.
સિનિયર સિટિઝને કહ્યું છે કે ત્યારબાદ તા.૧૨મી સપ્ટેમ્બરે રાત્રે બેન્કમાંથી ફોન આવ્યો હતો.પરંતુ મને સમજ પડી એટલે કાપી નાખ્યો હતો.ત્યારપછી મને મેસેજો આવતાં બેન્કમાં તપાસ કરી તો તા.૧૨મીએ મારા ખાતામાંથી ૧૦ ટ્રાન્જેક્શન કરીને ઠગોએ રૃ.૧૦.૬૧લાખ ટ્રાન્સફર કરી લીધા હોવાની વિગતો જાણવા મળી હતી.જેથી સાયબર સેલે ગુનો નોંધ્યો છે.




