Baroda

નોકરીએ ન રાખતાં જીમ સંચાલક પર લાકડાના દંડાથી હુમલો

By GS Team
7 Oct 20261 min read
TukuTouch Logo
વડોદરામાં 29 વર્ષીય જીમ સંચાલક ધ્રુવકુમાર પટેલને નોકરીએ ન રાખવા મુદ્દે માર મારવામાં આવ્યો હતો. આજવા રોડ પર 6 ઓક્ટોબરે સાંજે 7 વાગ્યે દવાનું બિલ ભરતી વખતે હર્ષ પંચાલે લાકડાના દંડાથી હુમલો કર્યો હતો. "આજે તો તારું પૂરું કરી નાખીશ" તેવી ધમકી પણ આપી હતી. ઇજાગ્રસ્ત ધ્રુવકુમારને 108 દ્વારા હોસ્પિટલ ખસેડાયા. કપૂરાઈ પોલીસે હર્ષ પંચાલ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

નોકરીએ ન રાખતાં જીમ સંચાલક પર લાકડાના દંડાથી હુમલો

Vadodara Crime : વડોદરાના આજવા રોડ-નિમેટા રોડ પર આવેલી પેલેસ સોસાયટીમાં રહેતા અને જીમ ચલાવતા 29 વર્ષીય ધ્રુવકુમાર પટેલે જીમમાં નોકરીએ ન રાખવાના મુદ્દે થયેલા ઝઘડા બાદ માર મારવામાં આવ્યો હોવાની ફરિયાદ કપૂરાઈ પોલીસ મથકમાં નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે હર્ષ શૈલેષ પંચાલ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ફરિયાદ મુજબ, ગત 6 ઓક્ટોબરે સાંજે સાત વાગ્યાના અરસામાં ધ્રુવકુમાર આજવા રોડ પર આવેલી મેડિકલ દુકાને દવાનું બિલ ચૂકવવા માટે ગયા હતા. તે દરમિયાન મેડિકલ દુકાનની બહાર અન્ય જીમમાં કામ કરતા હર્ષ પંચાલે નોકરીએ નહીં રાખવાના મુદ્દે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી.
આ બનાવના આશરે એક કલાક બાદ ધ્રુવકુમાર ફરી મેડિકલ સ્ટોર નજીક હતા ત્યારે હર્ષે પોતાની એક્ટિવા તેમની બાઈકની આગળ ઊભી રાખી દીધી હતી. ત્યારબાદ હર્ષે લાકડાના દંડાથી માર માર્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આ દરમિયાન ‘આજે તો તારું પૂરું કરી નાખીશ’ તેવી ધમકી આપ્યાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે.
હુમલામાં ઈજાગ્રસ્ત ધ્રુવકુમારને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર મામલે કપૂરાઈ પોલીસે હર્ષ પંચાલ વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.