ડિગ્રી મેળવવામાં છોકરીઓ આગળ,ગત વર્ષ કરતા ગોલ્ડ મેડલની સંખ્યા અડધી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

એમ.એસ.યુનિવર્સિટી સત્તાધીશોએ તા.૨૩ સપ્ટેમ્બરે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની હાજરીમાં ૭૫મો પદવીદાન સમારોહ યોજવા માટેની તૈયારીઓ શરુ કરી દીધી છે.
વિદ્યાર્થીઓને સમારોહમાં હાજર રહીને કે ગેરહાજર રહીને ડિગ્રી લેવા માટેના ઓનલાઈન ફોર્મ ભરવા માટે તા.૭ સપ્ટેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો છે.યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં આ વખતે પણ વિદ્યાર્થિનીઓનું વર્ચસ્વ રહેશે.મળતી જાણકારી પ્રમાણે ૧૨૩૦૬ ડિગ્રી એનાયત કરવામાં આવશે અને આ પૈકી ૬૬૮૨ ડિગ્રી છોકરીઓના અને ૫૬૨૪ ડિગ્રી છોકરાઓના ફાળે ગઈ છે.દર વર્ષ કરતા આ વર્ષે અપાનારી ડિગ્રીની સંખ્યા પણ ઘટી છે.કારણકે ત્રીજુ વર્ષ પાસ કરનારા ઘણા વિદ્યાર્થીઓએ ઓનર્સ કોર્સના ચોથા વર્ષમાં પ્રવેશ લીધો છે.
આ વખતે પદવીદાન સમારોહમાં એનાયત થનારા ગોલ્ડ મેડલની સંખ્યામાં પણ ખાસો ઘટાડો થશે.એક ફેકલ્ટી ડીને કહ્યું હતું કે, યુનિવર્સિટીમાં હવે દરેક ફેકલ્ટીમાં ઓનર્સ ડિગ્રી કોર્સ ચાલે છે.આ વર્ષે યુજીના વિદ્યાર્થીઓએ ચોથા વર્ષમાં પ્રવેશ લીધો છે.એટલે ડિગ્રી કોર્સના ગોલ્ડ મેડલ આ વર્ષે નહીં પણ આવતા વર્ષે ચોથા વર્ષમાં ઉત્તીર્ણ થનારા વિદ્યાર્થીઓને આપવામાં આવશે.
જોકે આ બાબતે સત્તાધીશોએ હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી પણ એવું મનાય છે કે, દર વર્ષ કરતા આ વખતે ગોલ્ડ મેડલની સંખ્યા ઘટીને અડધી થઈ જશે.ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે ૩૫૪ ગોલ્ડ મેડલ એનાયત કરાયા હતા.




