Baroda

કચરા કલેક્શનની ગાડીઓ સ્ક્રેપના વેપારમાં જોડાઈ ગઈ..!

By GS Team
31 Aug 20261 min read
TukuTouch Logo
મ્યુનિ. કોર્પોરેશનના પશ્ચિમ ઝોનમાં ડોર-ટુ-ડોર કચરા સંગ્રહ કરતા કોન્ટ્રાક્ટર સામે કોંગ્રેસ કાર્યકરે મ્યુનિ. કમિશ્નરને રજૂઆત કરી છે. કોન્ટ્રાક્ટર ભીનો-સૂકો કચરો અલગ કરતા નથી, ડ્રાઈવર-હેલ્પર જેકેટ પહેરતા નથી, લાયસન્સ વગરના ડ્રાઈવર અને ગાડીમાં બાળકો જોવા મળે છે. ઉપરાંત, નિર્ધારિત જગ્યાએ કચરો ખાલી કરવાને બદલે વેપારીઓને વેચવામાં આવતો હોવાનો આક્ષેપ છે. કોન્ટ્રાક્ટ રદ કરી કાર્યવાહીની માંગ કરાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કચરા કલેક્શનની ગાડીઓ સ્ક્રેપના વેપારમાં જોડાઈ ગઈ..!

મ્યુનિ.કોર્પોરેશનના પશ્વિમ ઝોનમાં ડોર-ટુ-ડોર કચરા સંગ્રહની કામગીરી કરતા કોન્ટ્રાક્ટર દ્વારા ટેન્ડરની શરતોના ઉલ્લંઘનના આક્ષેપ સાથે કોંગી કાર્યકરે મ્યુનિ. કમિશ્નરને રજૂઆત કરી છે.

રજૂઆત મુજબ, પશ્વિમ વિસ્તારમાં ડોર-ટુ-ડોર કચરા સંગ્રહ માટે કોન્ટ્રાક્ટ આપ્યો છે. શરતો મુજબ ગાડીમાં ભીનો અને સૂકો કચરો અલગ-અલગ એકત્ર કરવાનો હોય છે. ડ્રાઇવર અને હેલ્પરે વીએમસી માન્ય જેકેટ પહેરવાનું હોય છે. ગાડીની બહાર પ્લાસ્ટિક કે અન્ય કોઈ થેલા લટકાવવાના નથી. ડ્રાઇવર ૧૮ વર્ષથી વધુ ઉંમરનો અને વાહન ચલાવવાનું માન્ય લાયસન્સ ધરાવતો હોવો જોઈએ. ઉપરાંત ગાડીમાં નાના બાળકો ન હોવા જોઈએ અને વાહન ચલાવતા પણ ન હોવા જોઈએ.

જોકે કોન્ટ્રાક્ટરની ગાડીઓમાં આ નિયમોનું પાલન થતું ન હોવાનો કોંગી કાર્યકરે આક્ષેપ કર્યો છે. નિર્ધારિત કરેલી સંખ્યા કરતાં ઓછી ગાડીઓ રૃટ પર દોડાવવામાં આવતી હોવાની રજૂઆત કરાઈ છે.

વધુમાં ઉમેર્યું કે કોન્ટ્રાક્ટની શરતો મુજબ એકત્રિત કરવામાં આવેલો કચરો નિર્ધારિત જગ્યાએ જ ખાલી કરવાનો હોય છે. જોકે એકત્રિત થતો કચરો લોકલ વેપારીઓને વેચવામાં આવતો હોવાનો આક્ષેપ છે.

તપાસમાં કોન્ટ્રાક્ટર દ્વારા નિયમોનો ભંગ અને અન્ય ગેરરીતિઓ સામે આવે તો કોન્ટ્રાક્ટ રદ કરી યોગ્ય દંડાત્મક કાર્યવાહીની માગ કરાઈ છે.