Baroda

યુવક પાસેથી ૮ હજાર પડાવી લેનાર ગઠિયો ઝડપાયો

By GS Team
21 Aug 20261 min read
TukuTouch Logo
વડોદરામાં ATMમાંથી પૈસા ઉપાડવા ગયેલા યુવક સાથે 8,000 રૂપિયાની છેતરપિંડી થઈ હતી. હરણી રોડના હર્ષ સોનીને શાહીલ જાફરભાઈ શેખે ઓનલાઈન ટ્રાન્સફરના બહાને છેતર્યા હતા. ફરિયાદ બાદ ડીસીબી પોલીસે આરોપી સાહીલને વાડી વિસ્તારમાંથી ઝડપી પાડી, તેની પાસેથી રોકડ રકમ પણ રિકવર કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

યુવક પાસેથી ૮  હજાર પડાવી લેનાર ગઠિયો ઝડપાયો

એ.ટી.એમ.માં રૃપિયા ઉપાડવા ગયેલા યુવક સાથે છેતરપિંડી કરી ૮ હજાર પડાવી લેનાર આરોપીને પોલીસે ઝડપી પાડી તેની પાસેથી રોકડા રૃપિયા રિકવર કર્યા છે.
હરણી રોડ વિજયનગરની પાછળ જલારામ પાર્ક સોસાયટીમાં રહેતો અને વીડિયોગ્રાફી કરતો હર્ષ રાજેશભાઇ સોની હાલમાં અમદાવાદ રહે છે. વારસિયા પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત ૧૫ મી તારીખે હું અમદાવાદથી મારા માતા, પિતાને મળવા માટે વડોદરા આવ્યો હતો. મારા એકાઉન્ટમાં રૃપિયા જમા કરાવવાના હોઇ હું વિજયનગરના નાકા પાસે આવેલા એ.ટી.એમ.માં ગયો હતો. તે દરમિયાન એક શખ્સે મારી પાસે આવીને કહ્યંુ કે, મારે એ.ટી.એમ.માંથી રૃપિયા ઉપડતા નથી અને તમારે જમા કરાવવાના છે તો તમે મને રોકડા આપી દો. હું તમને એકાઉન્ટમાં ઓનલાઇન જમા આપી દઉં છું. તેણે દવાખાનાનું કામ હોવાનું જણાવતા હું તૈયાર થયો હતો. મેં તેને ૮ હજાર આપી દીધા હતા. તેણે મારા એકાઉન્ટમાં ઓનલાઇન રૃપિયા ટ્રાન્સફર કર્યાનો મેસેજ બતાવ્યો હતો. પરંતુ, મારા એકાઉન્ટમાં રૃપિયા જમા નહીં આવતા તેણે આપેલા નંબર પર મેં કોલ કરતા નંબર બંધ આવતો હતો.આ કેસમાં સંડોવાયેલા આરોપી સાહીલ જાફરભાઇ શેખ (રહે. મોટી વોરવાડ, વાડી) ને ડીસીબી પોલીસે ઝડપી પાડયો છે.