રિક્ષામાં મુસાફરોના સ્વાંગમાં લૂંટ ચલાવતી ગેંગ ફરી ત્રાટકી,મહિલાએ બે તોલાનો અછોડો ગૂમાવ્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

શહેરમાં રિક્ષામાં મુસાફરના સ્વાંગમાં ફરતી ટોળકી દ્વારા બાજુમાં બેઠેલા મુસાફરોના સામાનમાંથી ચીજવસ્તુઓ લૂંટી લેવાના વારંવાર બનાવો બનતા હોય છે અને થોડા સમય પહેલાં ખેડાથી રિક્ષા લઇ આવતી એક ગેંગ પણ પકડાઇ હતી.ગોરવામાં આ પ્રકારનો વધુ એક બનાવ બન્યો છે.
ગોરવા સહયોગ વિસ્તારમાં તુલસી કોમ્પ્લેક્સ ખાતે રહેતા હંસાબેન શર્માએ પોલીસને કહ્યું છે કે,હું મારી બહેન સાથે બેસણામાં બહારગામથી ગઇકાલે સાંજે વડોદરા બસ ડેપો પર પરત આવી હતી અને અમે બંને બહેનો ગોરવા જવા રિક્ષામાં બેઠા હતા.
આ વખતે રિક્ષામાં અગાઉથી જ બે મહિલા બેઠી હતી.અમે બંને બહેનો ગોરવા શાકમાર્કેટ પાસે ઉતરીને ઘેર ગયા ત્યારે મારું પર્સ જોવા મળ્યું નહતું.જેમાં બે તોલાની સોનાની ચેઇન મૂકેલી હતી.બંને મહિલાઓ મારી નજર ચૂકવીને પર્સ ચોરી ગઇ હોવાનું જણાતાં ગોરવા પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે તપાસ હાથ ધરી છે.




