Baroda

વડોદરામાં રાત્રે બંધ મકાનોને ટાર્ગેટ કરતી ગેંગ ઝડપાઈ, 17 મકાનોમાં ચોરી કરી : 11.54 લાખનો મુદ્દામાલ કબજે

By GS Team
19 Aug 20262 mins read
TukuTouch Logo
વડોદરા ક્રાઈમ બ્રાન્ચે રાત્રિ દરમિયાન બંધ મકાનોને નિશાન બનાવતી 4 સભ્યોની ગેંગને ઝડપી પાડી છે. પોલીસે દરજીપુરા એરફોર્સ સામેથી 1 સગીર સહિત 4 આરોપીઓને રૂ. 11.54 લાખની કિંમતના દાગીના, મોબાઈલ અને રોકડ સાથે પકડ્યા છે. આ ગેંગે છાણી, ફતેગંજ, ગોરવા સહિતના વિસ્તારોમાં 17 ઘરફોડ ચોરીઓ કરી હતી. રોહિત બાવરી સામે અગાઉ 14 ગુના નોંધાયેલા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરામાં રાત્રે બંધ મકાનોને ટાર્ગેટ કરતી ગેંગ ઝડપાઈ, 17 મકાનોમાં ચોરી કરી : 11.54 લાખનો મુદ્દામાલ કબજે

Vadodara Theft Case : વડોદરા ક્રાઈમ બ્રાન્ચની ટીમે રાત્રી દરમિયાન બંધ મકાનોને ટાર્ગેટ કરતી ગેંગને ઝડપી પાડતા જુદા જુદા વિસ્તારની 17 ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો છે.
વડોદરામાં છેલ્લા કેટલાક સમયથી બંધ મકાનોને નિશાન બનાવી નકુચો તોડીને સોના ચાંદીના દાગીના અને રોકડ સહિતની ચીજ વસ્તુઓ ઉઠાવી જવાના બનાવો બનતા ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા સીસીટીવી ફૂટેજ તેમજ અન્ય સોર્સીસ મારફતે આરોપીઓને ઓળખવામાં આવ્યા હતા.
આ દરમિયાન ગોલ્ડન ચોકડી પાસે પોલીસને ચોર ટોળકી એરફોર્સ સામેના ગ્રાઉન્ડમાં ભાગ પાડવા માટે ભેગી થઈ હોવાની વિગતો મળતા પોલીસે દરજીપુરા એરફોર્સની સામે આવેલા ગ્રાઉન્ડ ઉપર વોચ રાખી મોટરસાયકલ સાથે ચાર જણાને ઝડપી પાડ્યા હતા. જેમાં એક સગીરનો પણ સમાવેશ થાય છે.
પીઆઇ સંજય ગામેતી, પી એસ આઇ સી.ડી.યાદવ અને એએસઆઈ જયદીપસિંહ ડોડીયા સહિતની ટીમે ચોર ટોળકી પાસેથી દાગીના, મોબાઈલ, ઘડિયાળ તેમજ રોકડા રૂ.6900 મળી 11.54 લાખની મતા કબજે કરી હતી. પોલીસની તપાસમાં પકડાયેલાઓમાં (1) સુરતમાં ગુજસીટોકના ગુનામાં વોન્ટેડ રોહિત ઉર્ફે રાજુ સિંગ માનસિંગ બાવરી (સીકલીગર)(રહે-આજવારોડ, એકતા નગર)(2) બાદલસિંગ ધનસિંગ બાવરી (રહે-એકતા નગર, આજવા રોડ)(3)કર્નલસિંગ માધુસિંગ ટાંક (સ્વાદ ક્વાર્ટર હરણી રોડ) અને (4) સગીરનો સમાવેશ થાય છે.
આરોપીઓ પૈકી રોહિત બાવરી સામે અગાઉ 14 ગુના નોંધાયેલા હતા. ટોળકીએ છાણી, ફતેગંજ, ગોરવા, જેપી રોડ, બાપોદ કપુરાઈ સહિતના પોલીસ સ્ટેશનમાં 17 જેટલા ગુના આચર્યા હોવાની વિગતો બહાર આવી છે. ટોળકી દ્વારા ચોરીનો માલ ગીરવી મૂકવામાં આવતો હોવાની પણ પોલીસને માહિતી મળી છે.