Baroda

આજે જૂનીગઢીના ગણેશજીની વિસર્જન યાત્રા ઃ ચુસ્ત બંદોબસ્ત

By GS Team
19 Sep 20261 min read
TukuTouch Logo
જૂનીગઢી વિસ્તારમાં ગણપતિ વિસર્જન યાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે પોલીસ કમિશનર નરસિંહા કોમારે લોખંડી બંદોબસ્ત ગોઠવ્યો છે. યાત્રા પર CCTV કંટ્રોલ રૂમ, બોડી વોર્ન કેમેરા, ડીપ અને ધાબા પોઈન્ટથી નજર રખાશે. CRPF, CISF, BSF, RAF અને SRPની કુલ 14 કંપનીઓ સહિત 6 DCP, 12 ACP, 100 PI/PSI અને હોમગાર્ડ તૈનાત રહેશે.

Summarized by AI; it may make mistakes. Check important info

આજે જૂનીગઢીના ગણેશજીની વિસર્જન યાત્રા ઃ ચુસ્ત બંદોબસ્ત

જૂનીગઢી વિસ્તારના ગણપતિજીની વિસર્જન યાત્રા દરમિયાન શાંતિ જળવાઇ રહે તે માટે પોલીસ કમિશનર દ્વારા ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા સીસીટીવી કંટ્રોલ રૃમમાંથી સતત નજર રાખવામાં આવશે.
શહેરના અતિ સંવેદનશીલ એવા પાણીગેટ જૂનીગઢી વિસ્તારના ગણેશજીને સ્થાપનાના ૭ મા દિવસે વિદાય આપવામાં આવે છે. આવતીકાલે વિસર્જનના પગલે પોલીસ દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સીસીટીવી કેમેરા, બોડી વોર્ન કેમેરા પોલીસ જવાનોને આપવામાં આવશે. તદુપરાંત ડીપ પોઇન્ટ, ધાબા પોઇન્ટ ગોઠવવામાં આવ્યા છે. પોલીસ કમિશનર નરસિંહા કોમાર દ્વારા આજે બંદોબસ્તનું નીરિક્ષણ કરી રિહર્સલ કરવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું છે કે, સીઆરપીએફની ૪, સીઆઇએસએફની ૧, બીએસએફની ૨, આરએએફની ૨ અને એસઆરપીની પ કંપની બંદોબસ્ત માટે તૈનાત રહેશે.
સમગ્ર બંદોબસ્તની આગેવાની જોઇન્ટ પોલીસ કમિશનરને સોંપાઇ છે. તદુપરાંત ૬ ડીસીપી, ૧૨ થી વધુ એસીપી, ૧૦૦ થી વધુ પી.આઇ., પી.એસ.આઇ. તથા તમામ બ્રાંચ અને પોલીસ સ્ટેશનના સ્ટાફ અને હોમગાર્ડ જવાનોની પણ મદદ લેવામાં આવી છે.