Baroda

૨૪ કલાકમાં ચાર સ્થળે જુગાર રમતા જુગારીઓ ઝડપાયા

By GS Team
3 Sep 20261 min read
TukuTouch Logo
જન્માષ્ટમી પૂર્વે વડોદરામાં જુગારનો ધમધમાટ શરૂ થયો છે. છેલ્લા 24 કલાકમાં વડસર, કિશનવાડી, સમા અને પાણીગેટ મહાદેવ તળાવ પાસેથી પોલીસે 23 જુગારીઓને ઝડપી પાડ્યા છે. પીસીબી અને સ્થાનિક પોલીસે દરોડા પાડી કુલ 1.72 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

૨૪ કલાકમાં ચાર સ્થળે જુગાર રમતા જુગારીઓ ઝડપાયા

જન્માષ્ટમી નજીક આવતા જ ઠેર - ઠેર જુગાર રમાઇ રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં વડસર, કિશનવાડી, સમા અને પાણીગેટ મહાદેવ તળાવ પાસે જુગાર રમતા ૨૩ જુગારીઓને પોલીસે ઝડપી પાડયા છે.
વડસર ગામ ઓડવાળા ફળિયામાં કરશનબેનના બંધ મકાનની બાજુમાં આવેલા ખુલ્લા ઓટલા પર જુગાર રમતા ૯ જુગારીઓને પીસીબી પોલીસે ઝડપી પાડી રોકડા ૩૨,૯૯૦, વાહન તથા મોબાઇલ ફોન મળી કુલ ૧.૭૨ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. કિશનવાડી પારસ સોસાયટી પાસે જુગાર રમતા ૪ જુગારીઓને પોલીસે ઝડપી પાડી ૧૩,૨૭૦ રૃપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. સમા સૂરજનગર સોસાયટીના નાકા પાસે જુગાર રમતા ૬ જુગારીઓને પોલીસે ઝડપી પાડી ૪૧,૬૩૦ રૃપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. પાણીગેટ મહાદેવ તળાવ પાસે જુગાર રમતા ૪ જુગારીઓેને પાણીગેટ પોલીસે ઝડપી પાડી ૪૪,૯૦૦ રૃપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.