માર્ગ પર કચરો સળગાવાતા ફર્નિચરની દુકાનને સીલ કરાઈ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મ્યુનિ.કોર્પોરેશનની સેનેટરી શાખા દ્વારા આજે વોર્ડ નં. ૪ અને ૬માં ગંદકી અને પ્રતિબંધિત પ્લાસ્ટિકના વેચાણ સામે કાર્યવાહી હાથ ધરાઈ હતી.
વોર્ડ નં. ૪માં ખોડિયારનગર ખાતે જાહેર માર્ગ પર દુકાનનો કચરો સળગાવનાર ટાટા ફર્નિચર નામની દુકાનને સીલ કરવાની કાર્યવાહી દરમિયાન વેપારીએ હોબાળો મચાવતા હરણી પોલીસ સ્થળ પર પહોંચી હતી. ત્યારબાદ સીલ કરવાની પ્રક્રિયા પૂર્ણ કરાઈ હતી, જ્યારે વોર્ડ નં. ૬માં પ્રતિબંધિત પ્લાસ્ટિકના વેચાણ બદલ સાંઈદીપ પ્લાસ્ટિક, ગણેશ ડિસ્પોઝેબલ અને દિલીપ ગ્લાસ ટ્રેડર્સને સીલ કરી રૃ.૩૫ હજારનો દંડ વસૂલાયો છે.
આ ઉપરાંત, ખોરાક શાખાની ટીમ દ્વારા પંડયા બ્રિજ નીચે લાયસન્સ વગર ચાલતા કહુલો પાન સેન્ટર અને ગુરુકૃપા સ્ટોરને સીલ કરી, રામેશ્વર ઈડલીને ગંદકી મુદ્દે રૃ.૧૦ હજારનો દંડ ફટકારાયો છે.




