ફતેગંજ બ્રિજ પર ટ્રાફિક જામ વખતે જ મહારાષ્ટ્રની બસ વાહનોમાં ઘૂસી જતા ચાર વાહનોનો કુરદો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Accident : વડોદરાના ફતેગંજ બ્રિજ ઉપર ટ્રાફિક જામ અને અકસ્માતના અવારનવાર બનાવ બનતા હોય છે, ત્યારે આજે વિચિત્ર પ્રકારના અકસ્માતમાં ઓછામાં ઓછા ચાર વાહનને નુકસાન થયું છે.
ફતેગંજ બ્રિજ ઉપર સવારે કોઈ કારણસર ટ્રાફિક જામ થયો હતો તે દરમિયાન અમદાવાદથી માલેગાવ જતી મહારાષ્ટ્ર પાસિંગની બસના ચાલકથી બ્રેક નહીં વાગતા બેકાબુ બસ એક કારમાં ભટકાઈ હતી.
બસની સ્પીડ એટલી વધુ હતી કે કારનો કુરદો વળી ગયો હતો અને તેની એરબેકગ્સ પણ ખુલી ગઈ હતી. ત્યારબાદ કાર આગળની કારમાં ભટકાઈ હતી તેમજ તેના ધક્કાથી અન્ય એક કાર અને ટેમ્પો પણ અડફેટમાં આવ્યા હતા.
અકસ્માતના ઉપરોક્ત બનાવ બાદ ફરી એકવાર ટ્રાફિકજામ થતા પોલીસ દોડી આવી હતી અને સ્થિતિ સામાન્ય કરતાં નાકેદમ આવી ગયો હતો. બનાવ અંગે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.









