MSUના પૂર્વ સેનેટ સભ્યે ખુલ્લો પત્ર લખી વિરોધ નોધાવ્યો : પીએમના કાર્યક્રમના કારણે વિદ્યાર્થીઓની પ્રેક્ટિસ બંધ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara M S University : સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ એમ.એસ.યુનિવર્સિટીના પેવેલિયન મેદાન પર યોજવા સામે યુનિવર્સિટીના પૂર્વ સેનેટ સભ્યે વડાપ્રધાનને સંબોધીને એક ખુલ્લો પત્ર લખ્યો છે.
પૂર્વ સેનેટ સભ્યે આક્ષેપ કર્યો છે કે, આ કાર્યક્રમના કારણે મેદાનનો કબજો તંત્રે લઈ લીધો છે અને વિદ્યાર્થીઓની પ્રેક્ટિસ પણ બંધ કરી દેવાઈ છે. ઉપરાંત કાર્યક્રમ પૂરો થયા બાદ જ્યાં સુધી સાફ સફાઈ નહીં થાય તેટલા દિવસો વિદ્યાર્થીઓની પ્રેક્ટિસ બંદ રહેશે. યુનિવર્સિટીની ઈન્ટરનલ પરીક્ષાની તારીખોમાં પણ બદલાવ કરવામાં આવ્યો છે.
પૂર્વ સેનેટ સભ્ય કપિલ જોષીના કહેવા અનુસાર વડોદરામાં બીજા ઘણા મેદાનો ઉપલબ્ધ હોવા છતા પેવેલિયન મેદાનની પસંદગી કરીને તંત્રે ભૂલ કરી છે. યુનિવર્સિટી સત્તાધીશો પણ ભાન ભૂલીને પેવેલિયન મેદાનના ઉપયોગને મંજૂરી આપીને રમતના મેદાને રાજરતમનું મેદાન બનાવી રહ્યા છે. કાર્યક્રમની તૈયારીના ભાગરુપે મેદાન પર ઠેર ઠેર ખાડા ખોદવામાં આવ્યા છે અને આખુ મેદાન બદસુરત બનાવી દેવાયું છે. મેદાન પરની ક્રિકેટ પીચને પણ નુકસાન પહોંચે તેવી શક્યતા છે.




