Baroda

યુનિટી બેંકની ફરિયાદમાં કંપનીના પૂર્વ ડાયરેક્ટરની ધરપકડ

By GS Team
17 Sep 20261 min read
TukuTouch Logo
માંજલપુર ટેન્સાઇલ સ્ટીલ જમીન વિવાદ પ્રકરણમાં યુનિટી બેંકની ફરિયાદને પગલે પૂર્વ ડાયરેક્ટર અમિત શાહની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે 2 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. 2019માં બેંકે 80 કરોડનું ધિરાણ કર્યું હતું, જેમાંથી 31 કરોડ હજુ ચૂકવાયા નથી. બેંકની જાણ બહાર 15.05 કરોડના ટ્રાન્જેક્શન થયા હતા. આ કેસમાં અન્ય બે આરોપીઓ વિદેશ ભાગી ગયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

યુનિટી બેંકની ફરિયાદમાં કંપનીના પૂર્વ ડાયરેક્ટરની ધરપકડ

માંજલપુરની ટેન્સાઇલ સ્ટીલની જમીનના વિવાદાસ્પદ પ્રકરણમાં યુનિટી બેંકે કરેલી ફરિયાદમાં પૂર્વ ડાયરેક્ટર અમીત શાહની ધરપકડ કરી પોલીસે બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
ટેન્સાઇલ સ્ટીલની જમીનના કેસમાં મુંબઇની યુનિટી સ્મોલ ફાઇનાન્સ બેન્ક લિ.(અગાઉ પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો ઓ બેન્ક લિ.)ના વાઇસ પ્રેસિડેન્ટ અંજલી પરબે ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે,વર્ષ-૨૦૧૯માં બેન્ક દ્વારા ટેન્સાઇલ સ્ટીલની જમીન મોર્ગેજ કરી રૃ.૮૦ કરોડનું ધિરાણ કરવામા આવ્યું હતું. કંપનીએ બેન્કને ધિરાણની રકમ નહિ ચૂકવતાં રૃ.૪૯ કરોડમાં વન ટાઇમ સેટલ મેન્ટ થયું હતું.જે પૈકી રૃ.૩૧ કરોડ હજી ભરપાઇ કર્યા નથી. બેન્કની જાણ બહાર રૃ.૧૫.૦૫ કરોડના ટ્રાન્જેક્શન કરવામાં આવ્યા હતા. આ કેસમાં પોલીસે (૧) ભાવેશ નરેશચંદ્ર અમીન(શ્રીમ કન્સ્ટ્રક્શનના માલિક)રહે.શ્રીમ હાઉસ, થલતેજ રોડ,અમદાવાદ.(૨) અમિત મુકેશભાઇ શાહ(પીએચસી બિલ્ડ કોન પ્રા.લિ.અને પદમાવતી બિલ્ડકોન પ્રા.લિ.ના ડિરેક્ટર)રહે.કુંજ સોસાયટી, અલકાપુરી) તથા (૩) અપૂર્વ દિનેશભાઇ પટેલ(સિધ્ધિ વિનાયક ડેવલોપર્સના ડિરેક્ટર) રહે.સમૃધ્ધિ બંગ્લોઝ,વિશ્વામિત્રી ટાઉનશિપ પાસે,વડોદરા) સામે ગુનો દાખલ કર્યો હતો. જે પૈકી ભાવેશ અમીન અને અપૂર્વ પટેલ વિદેશ ભાગી ગયા છે.