એમ.એસ.યુનિ.માં પહેલી વખત સરકારના નોડલ ઓફિસર દ્વારા ઈન્સ્પેક્શન કરાશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

એમ.એસ.યુનિવર્સિટી એનઆઈઆરએફ અને જીઆઈઆરએફ જેવા રેન્કિંગમાં તો ભાગ લે છે જ.દર પાંચ વર્ષે નેક દ્વારા પણ યુનિવર્સિટીને રેન્કિંગ આપવામાં આવે છે.હવે રાજ્ય સરકાર દ્વારા એમ.એસ.યુનિવર્સિટીમાં ઈન્સ્પેક્શન પણ કરવામાં આવશે.
સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગે આ અંગે એમ.એસ.યુનિવર્સિટી સહિત રાજ્યની તમામ ગ્રાન્ટેડ યુનિવર્સિટીઓ.સરકારી અને ખાનગી કોલેજોને પરિપત્ર પાઠવ્યો છે.આ પરિપત્ર અનુસાર સરકારે તાજેતરમાં રાજ્યમાં ૧૦ નોડલ ઓફિસરની નિમણૂક કરી છે અને તેમના દ્વારા યુનિવર્સિટીમાં ઈન્સ્પેક્શન કરવામાં આવશે.
નોડલ ઓફિસર દ્વારા ઈન્સ્પેક્શનના ભાગરુપે યુનિવર્સિટીમાં થતા ઓડિટ, યુનિવર્સિટીમાં ફાયર એનઓસી, યુનિવર્સિટીમાં થયેલી ભરતી, ગ્રાન્ટના હિસાબો, વિદ્યાર્થીઓની ફીના હિસાબો, વિદ્યાર્થીઓ માટેની માળખાકીય સુવિધાઓ અધ્યાપકોની નિયમિતતા સહિતની બાબતોની ચકાસણી કરવામાં આવશે.
યુનિવર્સિટીમાં અગાઉ ક્યારેય આ પ્રકારે ઈન્સ્પેક્શન થયું નથી અને આ નિર્ણયને યુનિવર્સિટીની સ્વાયત્તા પર તરાપ મારવાની કોશિશ તરીકે પણ જોવામાં આવી રહ્યો છે.ઉપરાંત જે નોડલ ઓફિસરો મૂકવામાં આવ્યા છે તેમને યુનિવર્સિટીના વહીવટનો ઝાઝો અનુભવ પણ નથી.આ બાબતે વધારે જાણકારી મેળવવા માટે યુનિવર્સિટી રજિસ્ટ્રારનો સંપર્ક થઈ શક્યો નહોતો.









