Baroda

બુલેટ ટ્રેન સ્ટેશન ખાતે ત્રણ જગ્યાએ ફૂટ ઓવરબ્રિજ બનાવાશે

By GS Team
10 Sep 20261 min read
TukuTouch Logo
In Vadodara, the bullet train station is being constructed on platform number 7 of Vadodara railway station. This station will be connected to surrounding areas via 3 foot overbridges. The first 534-meter bridge will connect it to Vadodara railway station and the ST bus depot. The second 90-meter bridge will link it to the Alkapuri area, and the third 51-meter bridge will connect it to the station's parking and plaza, offering lift and escalator facilities for passengers.

Summarized by AI; it may make mistakes. Check important info

બુલેટ ટ્રેન સ્ટેશન ખાતે ત્રણ જગ્યાએ ફૂટ ઓવરબ્રિજ બનાવાશે

વડોદરામાં બુલેટ ટ્રેનનું સ્ટેશન વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-૭ પર બની રહ્યું છે.

સ્ટેશનને ત્રણ ફૂટ ઓવરબ્રિજ મારફતે આસપાસના વિસ્તારો સાથે જોડવામાં આવશે. પ્રથમ ૫૩૪ મીટર લાંબો ફૂટ ઓવરબ્રિજ બુલેટ ટ્રેન સ્ટેશનને વડોદરા રેલવે સ્ટેશન અને ગુજરાત એસટીના મધ્યસ્થ બસ ડેપો સાથે જોડશે.

બીજો ૯૦ મીટર લાંબો ફૂટ ઓવરબ્રિજ રેલવેના પાટા ઉપરથી પસાર થઈ બુલેટ ટ્રેન સ્ટેશનને અલકાપુરી વિસ્તાર સાથે જોડશે. જ્યારે ત્રીજો ૫૧ મીટર લાંબો ફૂટ ઓવરબ્રિજ સ્ટેશનના પાર્કિંગ વિસ્તાર અને સ્ટેશન પ્લાઝા સાથે જોડાણ આપશે. તેમાં મુસાફરો માટે લિફ્ટ અને એસ્કેલેટર સુવિધા રહેશે.