Baroda

અલકાપુરીના ટ્રિનિટી કેફેમાં ઇડલી-સંભારમાંથી માખી નીકળી : ગ્રાહકે મેનેજમેન્ટને ફરિયાદ કર્યા બાદ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

By GS Team
9 Sep 20261 min read
TukuTouch Logo
વડોદરાના અલકાપુરી વિસ્તારમાં આવેલા ટ્રિનિટી કેફેમાં ગ્રાહકે ઓર્ડર કરેલી ઇડલી-સંભારમાં માખી નીકળતાં ખળભળાટ મચી ગયો છે. ગ્રાહકે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરતાં કેફેની સ્વચ્છતા પર સવાલો ઊભા થયા છે. તંત્ર દ્વારા તપાસ છતાં આવી ઘટનાઓ બનતા ગ્રાહકોમાં રોષ જોવા મળ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અલકાપુરીના ટ્રિનિટી કેફેમાં ઇડલી-સંભારમાંથી માખી નીકળી  : ગ્રાહકે મેનેજમેન્ટને ફરિયાદ કર્યા બાદ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

Vadodara News : વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં આવેલ ટ્રિનિટી કેફે ખાણીપીણીની સ્વચ્છતા અને ગુણવત્તાને લઈને વિવાદમાં આવ્યું છે. કેફેમાં એક ગ્રાહકે ઇડલી-સંભારનો ઓર્ડર આપ્યો હતો. દરમિયાન સંભારમાંથી માખી નીકળતાં નારાજ ગ્રાહકે આ મામલે કેફેના મેનેજમેન્ટને ફરિયાદ કરી હતી.
ગ્રાહકે સંભારમાંથી માખી નીકળ્યાનો વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. વીડિયોમાં ખાદ્યપદાર્થમાં માખી જોવા મળતાં ખાણીપીણીના સ્થળોએ સ્વચ્છતા અંગે ફરી સવાલો ઊભા થયા છે.
શહેરમાં ખોરાક શાખા દ્વારા વિવિધ ખાણીપીણીના સ્થળોએ તપાસ અને દરોડાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમ છતાં ખાણીપીણીના સ્થળે પીરસવામાં આવતા ખોરાકમાંથી જીવાત નીકળવાની ઘટના સામે આવતાં તંત્રની કામગીરી સામે પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે. ગ્રાહકોને સ્વચ્છ અને ગુણવત્તાયુક્ત ખોરાક મળે તે માટે ખાણીપીણીના સ્થળોએ સ્વચ્છતા જાળવવી જરૂરી છે. જોકે, આ પ્રકારની ઘટનાઓને પગલે ખોરાકની ગુણવત્તા અને સ્વચ્છતાના નિયમોનું કેટલું પાલન થઈ રહ્યું છે તે અંગે સવાલો ઊભા થયા છે.