Baroda

શાળાઓ પાસે તમાકુ ,ગુટખા વેચનારા પાંચ વેપારીઓ દંડાયા

By GS Team
1 Oct 20261 min read
TukuTouch Logo
મ્યુનિસિપલ કોર્પોરેશનની ખોરાક શાખાએ શહેરના વિવિધ વિસ્તારોમાં 82 યુનિટ પર દરોડા પાડ્યા. ટીમોએ જલેબી, બરફી સહિત 50 ખાદ્ય પદાર્થોના સેમ્પલ લીધા. 51 કિલો અખાદ્ય પદાર્થોનો નાશ કરી વેપારીઓને 11,300 રૂપિયાનો દંડ ફટકાર્યો. ધ ગ્રેટ પાન્ડાસને 5 હજારનો દંડ અને 23 કિલો અખાદ્ય પદાર્થનો નાશ કરાયો. શાળા નજીક તમાકુ વેચતા 5 વેપારીઓ સામે કાર્યવાહી થઈ.

Summarized by AI; it may make mistakes. Check important info

શાળાઓ પાસે તમાકુ ,ગુટખા વેચનારા પાંચ વેપારીઓ દંડાયા

મ્યુ.કોર્પોરેશનની ખોરાકશાખાની ટીમોએ વિવિધ વિસ્તારોમાં દરોડા પાડી ૮૨ યુનિટ ખાતે ચેકિંગ કરી જલેબી, બરફી, શ્રીખંડ, કચોરી, સેવખમણી, પિઝા, ગોટા સહિત કુલ ૫૦ ખાદ્ય પદાર્થોના સેમ્પલો લીધા છે. સાથે ૫૧ કિલોગ્રામ અખાદ્ય પદાર્થોનો સ્થળ પર નાશ કરી વેપારીઓને કુલ રૃા.૧૧,૩૦૦નો દંડ ફટકાર્યો છે.

હરણી-વારસિયા રિંગ રોડ પર ખીમીયા ફરસાણ માર્ટને ગંદકી મુદ્દે નોટિસ, ધ ગ્રેટ પાન્ડાસને ગંદકી મુદ્દે ૫ હજારનો દંડ તથા ૨૩ કિલો અખાદ્ય પદાર્થોનો સ્થળ પર નાશ , શિવાલય પંજાબી એન્ડ ચાઈનીઝને ગંદકી મુદ્દે રૃા.બે હજારનો દંડ ફટકાર્યો છે.

વાઘોડિયા રોડ ઉમા ચાર રસ્તા પર લારી-ગલ્લા પરથી ૨૮ કિલોગ્રામ અખાદ્ય પદાર્થોના  જથ્થાનો નાશ કરી રૃા.૩,૩૦૦નો દંડ વસૂલાયો છે. ખોડિયારનગર ચાર રસ્તા ખાતે શાળાની નજીક તમાકુની બનાવટનું વેચાણ કરતા પાંચ વેપારીઓ સામે પણ દંડાત્મક કાર્યવાહી કરાઈ છે.

પાણીગેટ વિસ્તારમાં જલારામ ખમણ, મહાવીર ચાર રસ્તા ખાતે પખ્તુન કિચન, પ્રભાત ચાર રસ્તા ખાતે મહાકાલ નાસ્તા હાઉસ, વાઘોડિયા -ડભોઈ રિંગ રોડ પર સંતોષ પાંઉભાજી, સરદાર એસ્ટેટ ખાતે સ્વાદિષ્ટ બેકર્સ તથા ચોઈસ બેકર્સ અને મકરપુરા ખાતે દુર્ગા હોટલને ગંદકી મુદ્દે નોટિસ અપાઈ છે.