ગોત્રી હોસ્પિટલના બ્રેનડેડ દર્દીના પાંચ ઓર્ગન ડોનેટ કરવામાં આવ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

રસ્તા વચ્ચે કૂતરૃં આવી જતા બાઇક સ્લિપ થઇ જતા ૪૨ વર્ષના યુવકને ગંભીર ઇજા થઇ હતી. સારવાર દરમિયાન તેને બ્રેનડેડ જાહેર કરવામાં આવ્યો હતો. ગોત્રી હોસ્પિટલમાં લાવવામાં આવેલા દર્દી થકી અન્ય લોકોને નવજીવન મળે તે માટે પરિવારે તેના પાંચ ઓર્ગન ડોનેટ કરવાનો નિર્ણય કર્યો હતો.
ગોત્રી જી.એમ.ઇ.આર.એસ. હોસ્પિટલના પ્રથમ ઓર્ગન ડોનેશનના કિસ્સાની વિગત એવી છે કે, રાજેશ ટાવર રોડ પર વિષ્ણુકુંજ સોસાયટીમાં રહેતા ૪૪ વર્ષના જીગર નટવરભાઇ મહેતા ડી.જે.નો ધંધો કરતા હતા. ગત ૮ મી તારીખે તેઓ બાઇક લઇને હાઇટેન્શન રોડ પરથી જઇ રહ્યા હતા. તે દરમિયાન રસ્તા વચ્ચે કૂતરૃં આવી જતા બાઇક સ્લિપ થઇ ગઇ હતી. ગંભીર ઇજા થતા જીગર મહેતાને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં ઓપરેશન કરવામાં આવ્યું હતું. પરંતુ, તેઓની તબિયત સુધરી નહતી. જેથી, તેઓને વધુ સારવાર માટે ગોત્રી જી.એમ.ઇ.આર.એસ. હોસ્પિટલ લઇ જવાયા હતા. ડોક્ટરે તેઓને બ્રેનડેડ જાહેર કર્યા હતા. ગોત્રી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડો. અનુપ ચંદાણીએ જણાવ્યું છે કે, દર્દીના પરિવારને ઓર્ગન ડોનેશન અંગે સમજાવતા પરિવાર તૈયાર થયો હતો. ત્યારબાદ અમદાવાદથી ડોક્ટરની ટીમ આવી હતી. દર્દીની બે કિડની, લીવર અને બે આંખો ડોનેટ કરવામાં આવી હતી. શહેર પોલીસે ઓર્ગન લઇ જવા માટે ગ્રીન કોરિડોર કરી આપ્યો હતો.









