Baroda
વડોદરાના અકોટા વિસ્તારમાં આવેલા કેશવ ફ્લેટના વીજ મીટર રૂમમાં આગ
By GS Team
25 Jun 20261 min read

Vadodara : વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં આવેલા કેશવ ફ્લેટમાં આજે સવારે આગ લાગવાની ઘટના સામે આવી હતી. ફ્લેટના મીટર રૂમમાં અચાનક આગ ભભૂકી ઊઠતાં રહીશોમાં દોડધામ મચી ગઈ હતી અને સમગ્ર વિસ્તારમાં થોડા સમય માટે ઉત્તેજનાભર્યો માહોલ સર્જાયો હતો.
ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર કર્મચારીઓએ જરૂરી સાધનોની મદદથી આગ પર કાબૂ મેળવી વધુ ફેલાતી અટકાવી હતી. આગ લાગવાના કારણે મીટર રૂમને નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે.
સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ કે ઇજાગ્રસ્ત થયાની માહિતી મળી નથી. પ્રાથમિક તબક્કે આગનું કારણ શોર્ટ સર્કિટ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.









