Baroda

સુભાનપુરામાં ગાદલાની દુકાનમાં આગ લાગતાં અફરાતફરી,એરપોર્ટ નજીક બાઇકમાં આગ

By GS Team
8 Sep 20261 min read
TukuTouch Logo
વડોદરામાં આજે સાંજે આગના 2 બનાવ બન્યા હતા. સુભાનપુરા ચાર રસ્તા પાસે ગાદલાની દુકાનમાં આગ લાગતા દોડધામ મચી હતી. સ્થાનિકોએ કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ફાયર બ્રિગેડે 1 કલાકમાં આગ બુઝાવી હતી. અન્ય એક બનાવ એરપોર્ટ વિસ્તારમાં બન્યો હતો, જ્યાં બાઇકમાં આગ લાગી હતી. જોકે, ફાયરબ્રિગેડને કોઈ કોલ ન મળતા લોકોએ જાતે જ આગ બુઝાવી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

સુભાનપુરામાં ગાદલાની દુકાનમાં આગ લાગતાં અફરાતફરી,એરપોર્ટ નજીક બાઇકમાં આગ

શહેરમાં આગ લાગવાના જુદાજુદા બે બનાવ બન્યા હતા.જેમાં એક બનાવમાં ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી.
સુભાનપુરા ચાર રસ્તા પાસે આવેલી ગાદલાની દુકાનમાં આજે સાંજે કોઇ કારણસર આગ લાગતાં દોડધામ મચી હતી.આગ ઝડપ ભેર પ્રસરતાં સ્થાનિક લોકોએ આગ કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.આગનું સ્વરૃપ વિકરાળ બનતાં ફાયર બ્રિગેડની મદદ લેવાઇ હતી અને એેક કલાકમાં આગ કાબૂમાં લેવાઇ હતી.
અન્ય એક બનાવ એરપોર્ટ વિસ્તારમાં બન્યો હોવાનો વીડિયો વાયરલ થયો છે.જેમાં એક બાઇક આગમાં લપેટાઇ હતી.જો કે ફાયર બ્રિગેડને આ બનાવનો કોલ મળ્યો નથી.જેથી લોકોએ જાતે જ આગ કાબૂમાં લીધી હોવાનું મનાય છે.