Baroda

ગણેશ વિસર્જન દરમિયાન ડી.જે.નો અવાજ ધીમો કરવાના મુદ્દે બે પક્ષ વચ્ચે મારામારી

By GS Team
29 Sep 20261 min read
TukuTouch Logo
ગણેશ વિસર્જનની રાત્રે વડોદરાના માર્કેટ ચાર રસ્તા પાસે ડી.જે.ના અવાજ મુદ્દે બે ગણેશ મંડળો વચ્ચે મારામારી થઈ હતી. નવજાગૃત અને ગુરુદત્ત યુવક મંડળના ડી.જે. માલિકો સહિત 6 લોકો સામે નવાપુરા પોલીસે ગુનો દાખલ કર્યો છે. મોડી રાત્રે બનેલી આ ઘટનામાં બોલાચાલી મારામારીમાં પરિણમી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

ગણેશ વિસર્જન દરમિયાન  ડી.જે.નો અવાજ  ધીમો કરવાના મુદ્દે બે પક્ષ વચ્ચે મારામારી

ડી.જે.નો અવાજ ધીરો કરવાના મુદ્દે ગણેશ વિસર્જનની રાત્રે માર્કેટ ચાર રસ્તા પાસે બે પક્ષ વચ્ચે મારામારી થઇ હતી. જે અંગે નવાપુરા પોલીસે ગુનો દાખલ કર્યો છે.
ગણેશ વિસર્જનની રાત્રે સાડા બાર વાગ્યે ન્યાયમંદિર વીર ભગતસિંહ ચોક બાજુથી માર્કેટ ચાર રસ્તા તરફ નવજાગૃત યુવક મંડળના ગણપતિની સવારી આવી હતી. જેની સાથે માં મેલડી ડી.જે.સાઉન્ડ હતું. તે જ સમયે બીજા ગણપતિ દાંડિયાબજાર ચાર રસ્તાથી માર્કેટ ચાર રસ્તા તરફ ગુરૃદત્ત યુવક મંડળના આવતા હતા. તેની સાથે હિર ડી.જે. સાઉન્ટ હતું. બંને ગણપતિ એક જ સમયે માર્કેટ ચાર રસ્તા પાસે આવ્યા હતા. તે દરમિયાન ડી.જે. સાઉન્ડના માલિકો તથા તેમની સાથે આવેલા માણસો દ્વારા ડી.જે.નો અવાજ ધીમો કરવાના મુદ્દે ઝઘડો થયો હતો. બોલાચાલીથી શરૃ થયેલો ઝઘડો મારામારી સુધી પહોંચી ગયો હતો. જે અંગે નવાપુરા પોલીસે (૧) માં મેલડી ડી.જે. સાઉન્ડના માલિક જૈમિનકુમાર કનુભાઇ વાઘેલા (રહે. ઇટવાડ ગામ,તા. ડેસર, જિ.વડોદરા) (૨) આયશરનો ડ્રાઇવર દિલીપ પુજાભાઇ માળી (રહે. ગોઠડા ગામ,તા.સાવલી, જિ.વડોદરા) (૩) ભરત મહેશભાઇ વાઘેલા (રહે. ઇટવાડ ગામ) (૪) હિર ડી.જે.સમર્થ ભૂપેન્દ્રભાઇ કંસારા (રહે. શ્લોક રેસિડેન્સી, વાઘોડિયારોડ) (૫) ધુ્રવ મહેશભાઇ પંડયા (રહે. ગૌરવ સોસાયટી, પાણીગેટ) (૬) ફૈજલ ગુલામભાઇ પટેલ (રહે. રાધાકૃષ્ણ ચાર રસ્તા, વડોદરા) ની સામે ગુનો દાખલ કર્યો છે.