તાંદળજામાં બાઇક અથડાતાં મારામારી અને તોડફોડ,સામસામે ફરિયાદ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

તાંદળજા વિસ્તારમાં ગઇરાત્રે બાઇક અથાડવા બાબતે તકરાર થતાં મારામારી અને તોડફોડનો બનાવ બન્યો હતો.જેથી જે પી રોડ પોલીસે બંને પક્ષે સામસામી ફરિયાદો નોંધી છે.
આતિફનગરમાં રહેતાઇરફાનશા દિવાને પોલીસને કહ્યું છે કે,મારો મોટો સાળો બાઇક પરથી પસાર થતો હતો ત્યારે રમતા બાળકને બાઇક અડી જતાં ઇરફાન મનસૂરી અને અન્ય બે જણાએ તેની સાથે ઝઘડો કર્યો હતો.હું સમજાવવા જતાં મારા હાથે કાચનો ટુકડો મારી ઇજા કરી હતી.જ્યારે વચ્ચે પડેલા મારા સાળાને માર મારતાં ગળે ઇજા થઇ હતી.
સામે પક્ષે ઇરફાન મનસૂરીએ કહ્યું છે કે,બાઇક અથડાવાથી બાળકને અંગૂઠે ઇજા થતાં મારી પત્ની બાઇક ચાલક નૂરને ઘેર કહેવા ગઇ હતી,પરંતુ તે હાજર નહતો. ત્યારબાદ રાત્રે તે તેના બનેવી ગુડ્ડુ,ભાઇ અને અન્ય એક વ્યક્તિને લઇ અમારે ત્યાં આવ્યો હતો અને મને માર મારતાં હું અંદર ચાલ્યો ગયો હતો.તેમણે અમારા ઘરની બારીનો કાચ તોડી બાઇક પાડી દઇ લાતો મારી હતી તેમજ મારા પુત્ર પર પણ લાકડી વડે હુમલો કર્યો હતો.



