જમનાબાઇ હોસ્પિટલના મહિલા ડોક્ટરની ધરપકડ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

માંડવી જમનાબાઇ હોસ્પિટલમાં અઢી વર્ષના બાળકનું કાર નીચે આવી જતા મોત થવાના કિસ્સામાં વાડી પોલીસે કાર ચલાવતા મહિલા ડોક્ટરની ધરપકડ કરી છે.
જમનાબાઇ હોસ્પિટલમાં હાલ રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે. રિનોવેશનનું કામ કરતા શ્રમજીવી અંગારી નરેશભાઇ જોગાભાઇ તેમના પરિવાર સાથે ત્યાં જ રહે છે. ગઇકાલે સવારે મહિલા ડોક્ટર ગુરીયારાની દેવકુમાર પ્રસાદ સિન્હા (રહે. નિલાંબર આંગન ડુપ્લેક્સ, ડભોઇ રોડ) ની કાર નીચે તેમના અઢી વર્ષનો પુત્ર કચડાઇ જતા તેનું મોત થયું હતું. વાડી પી.આઇ.ડી.ડી.ચાવડાએ આ કેસમાં સામેલ મહિલા ડોક્ટરની ધરપકડ કરી છે. પોલીસ દ્વારા જમનાબાઇ હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ પણ કબજે કરવામાં આવ્યા છે. મહિલા ડોક્ટરને ચાર્જશીટ સમયે હાજર રહેવા પણ પોલીસે નોટિસ આપી છે.પોલીસ દ્વારા આર.ટી.ઓ. મારફતે કારનું પરીક્ષણ કરાવવામાં આવશે.









