વડોદરાનો ફતેગંજ બ્રિજ બ્લેક સ્પોટ બન્યો, વધુ એક અકસ્માતમાં બે કાર ભટકાતાં ટ્રાફિક જામ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara: વડોદરાના ફતેગંજ બ્રિજ બ્લેક સ્પોટ બની ગયો છે. આજે વધુ એક અકસ્માતનું બનાવ બનતા બે કારને નુકસાન થયું હતું અને ટ્રાફિક પણ જામ થયો હતો.
ફતેગંજ બ્રિજ ઉપર છેલ્લા કેટલાક સમયથી અકસ્માતો ની હારમાળા ચાલી રહી હોવાથી પોલીસ દ્વારા પગલાં લેવામા આવી રહ્યા છે. બે દિવસ પહેલા જ બે બસ અને ત્રણ કાર ભટકાઈ હોવાનો બનાવો બન્યા બાદ આજે સવારે વરસાદમાં વધુ એક અકસ્માતનો બનાવ બનતા વાહન ચાલકો અટવાયા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ ફતેગંજ બ્રીજ ઉપર આજે ધડાકા ભેર બે કાર ભટકાતા બંને કારને નુકસાન થયું હતું. ત્યાર પછી ટ્રાફિક જામ થતાં ખુદ ટ્રાફિકના એસીપી અને પી.આઈ સહિતની ટીમો દોડી આવી હતી અને તરત જ ટ્રાફિક પૂર્વવત કર્યો હતો.
ટ્રાફિક વિભાગના જણાવ્યા પ્રમાણે કોર્પોરેશન દ્વારા કેટલીક કામગીરી પૂર્ણ થવા આવી છે ત્યારબાદ આ બ્રિજ ઉપર વાહન વ્યવહાર ના નડતર દૂર થઈ જશે.









