Baroda
૧૭ વર્ષની તરુણી રહસ્યમય રીતે ગુમ હોવાથી પરિવારમાં ભારે ચિંતા
By GS Team
29 Aug 20261 min read
વડોદરાના વાઘોડિયા રોડ પરથી 17 વર્ષની સગીરા ગુમ થતાં ચકચાર મચી છે. ધોરણ-8માં ભણતી આ તરુણી ગત 26 ઓગસ્ટે સવારે 9 વાગ્યે તક્ષ ગેલેક્સી જવાનું કહી ઘરેથી નીકળી હતી, પરંતુ પરત ફરી નથી. તેનો મોબાઈલ પણ સ્વીચ ઓફ છે. પરિવારજનોએ અપહરણની શંકા વ્યક્ત કરતા કપુરાઈ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Summarized by AI; it may make mistakes. Check important info

વાઘોડિયા રોડ વિસ્તારમાંથી ૧૭ વર્ષની તરુણી રહસ્યમય સંજોગોમાં ગુમ થઈ જતા પરિવારજનોમાં ચિંતા ફેલાઈ છે.
વાઘોડિયા રોડ પર રહેતી ૧૭ વર્ષની તરુણી ધોરણ-૮માં અભ્યાસ કરે છે. ગત તા. ૨૬ ઓગસ્ટના રોજ સવારે ૯ વાગ્યે એ વાઘોડિયા ચોકડી ખાતે આવેલા તક્ષ ગેલેક્સી જવાનું કહી ઘરેથી નીકળી હતી. જોકે, તે પછીથી ઘરે પરત ફરી નથી.
તરુણીનો મોબાઇલ ફોન પણ સ્વીચ ઓફ હોવાનું સામે આવ્યું છે. પરિવારજનોએ શોધખોળ કરી હોવા છતાં કોઈ પત્તો ન લાગતાં આખરે કપુરાઈ પોલીસનો સંપર્ક કર્યો છે. પરિવારજનોએ કોઈ અજાણ્યો શખ્સ તરુણીનું અપહરણ કરીને નાસી છૂટયો હોવાની શંકા વ્યક્ત કરતાં પોલીસે ગુનો નોંધી એની શોધખોળ શરૃ કરી છે.