કોરોનામાં નુકસાન થતાં 1.40 કરોડની લોન અપાવવાના નામે કારખાનેદાર સાથે 22.57 લાખની ઠગાઇ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

કોરોનામાં આર્થિક ફટકો પડતાં લોન લેવાનો પ્રોસિજર કરનાર કારખાનેદાર સાથે રૃ.૧૫.૫૭ લાખની ઠગાઇ થતાં પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
નિઝામપુરાના મહેસાણાનગરમાં રહેતા અને છાણીમાં ફેબ્રિકેશનનું કારખાનું ધરાવતા દિવ્યાંગભાઇ પટેલે પોલીસને કહ્યું છે કે, કોરોના દરમિયાન ધંધામાં મોટી ખોટ જતાં લોન લેવાની જરૃરિયાત ઉભી થઇ હતી.મારા એક પરિચિત મારફતે તપાસ કરતાં એનએલએફ લિ.બેન્કના કહેવાતા મેનેજર હિતેન્દ્રસિંહ રણજિતસિંહ ચૌહાણ(કમલાપાર્ક, તરસાલી) નો સંપર્ક થયો હતો.
ફરિયાદીએ કહ્યું છે કે,મારા બે મકાન પર લોન લેવાની વાત કરવામાં આવી હતી અને તેનો પ્રોસિજર કરાયો હતો.હિતેન્દ્રસિંહ કારખાને આવ્યો હતો અને તેણે ૧.૪૦ કરોડની લોન મળશે તેવી ખાતરી આપી હતી.ત્યારબાદ તેણે લોન મંજૂરીનો લેટર અને લોનની રકમનો ડીડી બતાવી લોગીન ફી, એડવાન્સમાં ત્રણ ઇએમઆઇ,વહીવટની રકમ જેવા કારણોસર રૃ.૨૨.૫૭ લાખ લીધા હતા.
આમ છતાં લોનની રકમ નહિ મળતાં અને ડીડીની મુદત પુરી થવાનો સમય આવતાં તેની પાસેથી આપેલી રકમ પરત માગી હતી.હિતેન્દ્રએ આપેલો ચેક પણ પરત ફર્યો હતો.જેથી તેના પર શંકા જતાં રકમની ઉઘરાણી કરી હતી અને ૭ લાખ પરત કર્યા હતા.બાકીની રૃ.૧૫.૫૭લાખ હજી પાછા આપ્યા નથી.જેથી ફતેગંજ પોલીસે ગુનો નોંધ્યો છે.




