Baroda
ગોત્રી સ્મશાન બહાર કચરાપેટીમાં અર્ધ બળેલા દેહના અવશેષ મળતાં ઉત્તેજનાઃFSLની મદદ લીધી
By GS Team
6 Aug 20261 min read
ગોત્રી સ્મશાનગૃહ બહાર કચરાપેટીમાંથી ગઇકાલે અર્ધ બળેલા દેહના અવશેષો મળતાં ચકચાર મચી હતી. લોકોના ટોળાં એકઠા થયા હતા અને અનેક તર્કવિતર્ક સર્જાયા હતા. ગોત્રી પોલીસે ફોરેન્સિક વિભાગની મદદ લીધી હતી. નિષ્ણાતોએ તપાસ કરતાં આ અવશેષો માનવના નહીં, પરંતુ વાંદરાના હોવાનું જણાવતાં પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો.
Summarized by AI; it may make mistakes. Check important info

ગોત્રીના સ્મશાનગૃહની બહાર અર્ધ બળેલા દેહના અવશેષો મળી આવતાં લોકોમાં ભારે ઉત્તેજના વ્યાપી હતી.
ગોત્રી ખાતેના સ્મશાન ગૃહની બહાર કચરાપેટીમાં ગઇકાલે કેટલાક અર્ધ બળેલા શરીરના અંગો મળી આવતાં લોકોના ટોળાં જામ્યાં હતા અને અનેક અટકળો થઇ હતી.
બનાવને પગલે ગોત્રી પોલીસે વિસ્તાર કોર્ડન કરી ફોરેન્સિક વિભાગની મદદ લીધી હતી.નિષ્ણાતોએ ખોપરી,કરોડરજ્જુ, પાંસળી જેવા ભાગો તપાસી અવશેષો માનવના નહિ પણ વાંદરાના હોવાનો મત આપતાં પોલીસે રાહત અનુભવી હતી.