Baroda

આંગડિયા પેઢીના સંચાલક દ્વારા ૬૭.૨૭ લાખની ઉચાપત

By GS Team
5 Sep 20262 mins read
TukuTouch Logo
વડોદરાના અલકાપુરી વિસ્તારમાં શ્રી એન્ટરપ્રાઇઝ આંગડિયા પેઢીના સંચાલકે વાડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ઘડિયાળી પોળમાં પિન્ટુ નામની ફ્રેન્ચાઇઝી આંગડિયા પેઢી ચલાવતા મહિપતસિંહ રાજપૂતે 67.27 લાખ રૂપિયાની ઉચાપત કરી હતી. મહિપતસિંહે પેઢી બંધ કરી સ્ટાફને છૂટો કરી દીધો હતો અને મોબાઇલ સ્વીચ ઓફ કરી ફરાર થઈ ગયો હતો. વાડી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

આંગડિયા પેઢીના સંચાલક દ્વારા ૬૭.૨૭ લાખની ઉચાપત

અલકાપુરીની આંગડિયા પેઢી હસ્તકની પેઢીના સંચાલક દ્વારા ૬૭.૨૭ લાખની ઉચાપત કરવામાં આવી હતી.જે અંગે વાડી પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અલકાપુરી વિસ્તારના સ્ટર્લિંગ સેન્ટરમાં શ્રી એન્ટરપ્રાઇઝ નામની આંગડિયા પેઢીમાં મેનેજર તરીકે નોકરી કરતા તિર્થરાજપુરી નિલેષપુરી ગોસ્વામીએ વાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, અમારી પેઢી વડોદરા શહેર તથા આજુબાજુના વિસ્તારની આંગડિયા પેઢીઓ પર સુપરવિઝનનું કામ કરતો હતો. અમારી પેઢી ફ્રેન્ચાઇઝી આપવાનું પણ કામ કરતી હતી.ઘડિયાળી પોળમાં આંગડિયા પેઢી ચલાવતા મહિપતસિંહ વીજુજી રાજપૂત ( મૂળ રહે. બબાસમા,તા. પાટણ) મળવા આવ્યા હતા. તેઓ અમારી પેઢી સાથે કામ કરવા સંમત થયા હતા.તેમના બે ફોટા, સહીવાળો કોરો ચેક, આધાર કાર્ડ, પાન કાર્ડની નકલ આપી હતી.તેઓએ અમારી પેઢી હસ્તકની પિન્ટુ નામની આંગડિયા પેઢી શરૃ કરી હતી.આ પેઢીમાં મુખ્યત્વે કામકાજ તે દિવસના થયેલા નાણાંકીય વ્યવહારો અને હિસાબ બીજા દિવસે સવારે ૧૧ વાગ્યા સુધી જમા કરાવવાનો હતો.આ રીતે અમારા હસ્તકની તમામ પેઢીઓ કામ કરતી હતી. તેમણે તા.૨૫-૦૬-૨૦૨૬ સુધીનો વ્યવહાર અમારા કલેક્શન ડિપાર્ટમેન્ટમાં જમા કરાવ્યો હતો. ત્યારબાદ અમારી પેઢી બે દિવસ બંધ રહેવાની હોઇ તા.૨૬ અને ૨૭ નો હિસાબ બીજા દિવસે આપવાની સૂચના તમામ પેઢીઓેને આપી હતી. પરંતુ, મહિપતસિંહ હિસાબ જમા કરાવવા નહીં આવતા અમે કોલ કરતા તેઓનો મોબાઇલ ફોન સ્વીચ ઓફ આવતો હતો. તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, મહિપતસિંહ પેઢીમાં કામ કરતા સ્ટાફને છૂટા કરીને પેઢી બંધ કરીને જતા રહ્યા છે. તેણે કુલ ૬૭.૨૭ લાખની ઉચાપત કરી હતી. તેમજ અમારી હસ્તકની પિન્ટુ આંગડિયા પેઢીમાંથી અલગ - અલગ ૧૭ લેબલ બનાવી તેમાં સેન્ડર તરીકે પોતાનો મોબાઇલ નંબર લખી દીધો હતો. આ રીતે તેણે ગુજરાત, સેલવાસ તથા મહારાષ્ટ્રમાં નાણાંકીય વ્યવહાર કર્યા હતા.