Baroda

આવતીકાલથી શહેરમાં ઈલેક્ટ્રિક બસો દોડશે, ટ્રાયલ રન લીધો

By GS Team
27 Jun 20261 min read
TukuTouch Logo
વડોદરાને PM ઈ-બસ સેવા યોજના હેઠળ 250 AC ઇલેક્ટ્રિક બસો મળી છે. પ્રથમ તબક્કામાં 30 ઈ-બસોનો ટ્રાયલ રન કરાયો. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ 29 જૂને GSFC યુનિવર્સિટી ખાતે હાઈ સ્પીડ રેલ કોરિડોર ચર્ચા દરમિયાન ઈ-બસ સુવિધાનો પ્રારંભ કરાવશે. ટિકિટ દર રૂ. 5 થી 30 રહેશે, જે અંગે 4 જુલાઈની સામાન્ય સભામાં નિર્ણય લેવાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

આવતીકાલથી શહેરમાં ઈલેક્ટ્રિક બસો દોડશે, ટ્રાયલ રન લીધો

પીએમ ઈ બસ સેવા યોજના અંતર્ગત વડોદરા શહેરને કુલ ૨૫૦ એસી ઈલેક્ટ્રિક બસોની મંજૂરી અપાઈ છે, જેના ભાગરૃપે પ્રથમ તબક્કામાં ૩૦ ઈ- બસો શહેરમાં આવી છે, જેનો આજે ટ્રાયલ રન લેવાયો હતો.

મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ર૯ જૂને જીએસએફસી યુનિવર્સિટી ખાતે હાઈ સ્પીડ રેલ કોરિડોર વિષે પેનલ ચર્ચાનું આયોજન કરાયું છે, જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે. આ દરમિયાન મુખ્યમંત્રીના હસ્તે પીએમ ઈ-બસ સુવિધાનો પ્રારંભ કરાશે.

 આ બસોના પ્રારંભિક તબક્કે રૃટ નક્કી કરાયા છે, જેમાં ઉત્તર- દક્ષિણ રૃટ પર માણેજા, મકરપુરા,સુશેન સર્કલ, લાલબાગ,લક્ષ્મીવિલાસ પેલેસ, નર્મદાભવન, કાલાઘોડા, નિઝામપુરા સહિતના સ્ટોપ રહેશે.

પૂર્વ- પશ્વિમના રૃટ પર ગોત્રી સર્કલ, હરિનગર, ચકલી સર્કલ, કાલાઘોડા, સયાજી હોસ્પિટલ, ન્યાયમંદિર, પાણીગેટ થઈ સયાજીપુરા એપીએમસી સહિતના સ્ટોપનો સમાવેશ થાય છે.

જેતલપુર બ્રિજથી પાદરા સુધીનો એક રૃટ નક્કી કરાયો છે, જેમાં અકોટા વીરાંજલિ પ્રતિમાથી, શ્રેણિકપાર્ક, દિવાળીપુરા, ઈસ્કોનમંદિર, સંત કબીર સર્કલ,ભાયલી, લક્ષ્મીપુરા થઈ પાદરા સુધી બસોના સ્ટોપ રહેશે.

ટિકિટના દર ઓછામાં ઓછા રૃા.૫ અને વધુમાં વધુ રૃા.૩૦ રહેશે. જો કે દરના નિર્ણય અંગે સામાન્ય સભાની મંજૂરી અનિવાર્ય હોવાથી આ વિષય સભામાં રજૂ કરાશે તેવું જાણવા મળે છે. મ્યુનિ.કોર્પોરેશનની આગામી સભા ૪ જુલાઈના રોજ યાજાશે.