Baroda

લોટરીમાં લાગેલી રૂ.5 લાખની કાર મફતમાં મેળવવા જતા વૃદ્ધે રૂ.28 લાખ ગુમાવ્યા

By GS Team
5 Sep 20262 mins read
TukuTouch Logo
વડોદરાના સાવલી તાલુકાના રાણીપુરા ગામના માધવસિંહ ગોહિલને ટપાલ દ્વારા આવેલી લોટરીમાં 5 લાખની કાર લાગી હોવાની લાલચ આપી, કોલકત્તાના અભિષેક પાંડેએ કુલ 28.52 લાખ રૂપિયા પડાવ્યા હતા. બુકિંગ, એસેસરીઝ અને ફોરેન ટ્રાન્સફરના નામે વૃદ્ધ પાસેથી પૈસા પડાવી છેતરપિંડી આચરી હતી. સાવલી પોલીસે આઇટી એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

લોટરીમાં લાગેલી રૂ.5 લાખની કાર મફતમાં મેળવવા જતા વૃદ્ધે રૂ.28 લાખ ગુમાવ્યા

Vadodara Fraud Case : ટપાલથી ઘરે આવેલી એક લોટરીમાં સ્ક્રેચ કરતા સાવલી તાલુકાના રાણીપુરા ગામમાં રહેતા વૃદ્ધે લોટરીમાં લાગેલી રૂ.5 લાખની કાર મેળવવાની લાલચમાં રૂપિયા 28.52 લાખ ગુમાવ્યા હતા.
રાણીપુરા ગામમાં રહેતા માધવસિંહ ફતેસિંહ ગોહિલે કોલકત્તામાં રહેતા અભિષેક કુમાર પાંડેની સામે આઇટી એક્ટ મુજબ સાવલી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તા.1 જાન્યુઆરી 2020ના રોજ હું મકરપુરાની ખાનગી કંપનીમાં નોકરી પર હતો ત્યારે મારા નામે એક ટપાલ આવી હતી. આ ટપાલ લઈને સાંજે હું ઘેર ગયા બાદ ટપાલ ખોલી ત્યારે તેમાં શ્રી સાંઈ હર્બલ ક્લિનિક એન્ડ રિસર્ચ સેન્ટર નામની એક લોટરી હતી. જેમાં ત્રણ વિનરને મોટું ઇનામની જાહેરાત હતી. અને એક સ્ક્રેચ કુપન હતી.
આ લોટરી પર લખેલા હેલ્પલાઇન નંબર ઉપર મેં ફોન કર્યો ત્યારે અભિષેક કુમાર નામની વ્યક્તિએ ફોન ઉપાડ્યો અને તેણે જણાવેલ કે કુપન સ્ક્રેચ કરો હું તમને થોડા સમયમાં ફોન કરીશ. મેં કુપન સ્ક્રેચ કર્યા પછી સામેથી અભિષેકનો ફોન આવ્યો અને તેણે મને પૂછેલ કે તમારે લોટરીમાં શું લાગ્યું છે તો મેં જણાવ્યું હતું કે અલ્ટો કાર લાગી છે તે સમયે અભિષેકે બુકિંગ કરવા માટે રૂ.6,400 ભરવા પડશે તેમ જણાવી એકાઉન્ટ નંબર આપ્યો હતો. આ પૈસા મેં બેંકમાં જમા કરાવ્યા હતા. બાદમાં કાર ક્યારે મળશે તેમ પૂછતા તેણે એસેસરીઝ તેમજ વિવિધ અલગ અલગ પ્રકારના ચાર્જ બતાવીને રૂપિયા 12.12 લાખ ભરાવ્યા હતા.
ત્યાર પછી મેં ફરીથી ફોન કરતા તેણે જણાવેલ કે તમારા પૈસા ફોરેન કન્ટ્રીમાં ટ્રાન્સફર થયા છે અને ઇન્ડિયન કરન્સી મુજબ એક કરોડ થાય છે. આ પૈસા ઇન્ડિયન કરન્સીમાં ટ્રાન્સફર કરવા માટે ચાર્જ ભરવો પડશે તેમ કહી મારી પાસેથી વધારાના રૂપિયા બેંકમાં ભરાવ્યા હતા.
કુલ 28.52 લાખ મેં બેંકમાં જમા કરાવ્યા હતા. આ સમય દરમિયાન મને એક્સિડન્ટ થતા દવાખાનામાં હતો ત્યારે પણ અભિષેકનો ફોન આવતો હતો. પરંતુ મારા ભત્રીજાએ આ સાયબર ફ્રોડ છે તેમ જણાવ્યું હતું ઉપરોક્ત વિગતોની ફરિયાદના પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.