વડોદરામાં નશેબાજ રીક્ષા ચાલકનો તરખાટ : મોડી રાત્રે ડભોઈ રોડ પર રાહદારીને અડફેટે લીધો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Drink and Drive : વડોદરામાં મોડી રાત્રે ડભોઇ રોડ પર નશાની હાલતમાં બેફામ રીતે ઓટો રીક્ષા ચલાવી લોકોના જીવ જોખમમાં મૂકનાર એક ઈસમ વિરુદ્ધ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, 29 ઓક્ટોબર 2026ના રોજ મોડી રાત્રે આશરે 1:12 વાગ્યે જનરક્ષક 112 પર વર્ધી મળી હતી કે ડભોઈ રોડ પર એક રીક્ષા ચાલકે ચાલતા જતા રાહદારી સાથે અકસ્માત સર્જ્યો છે. ઘટનાની જાણ થતાં જ કંટ્રોલ રૂમ અને પાણીગેટ પોલીસ સ્ટાફ તરત જ સ્થળ પર પહોંચી ગયો હતો. તપાસ દરમિયાન રીક્ષા ચાલક પોતાના શરીરનું સમતોલન જાળવી શકતો નહોતો
પોલીસે તેની અટકાયત કરી પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ રણજીતભાઈ સનાભાઇ પાટણવાડીયા (ઉં.વ.25, રહે. કબીનગરની બાજુમાં, હીરાબાનગર, વાઘોડિયા રોડ, વડોદરા) હોવાનું જણાવ્યું હતું. આરોપી નશાની હાલતમાં ઓટો રીક્ષા વાંકીચૂકી ચલાવીને જાહેર જનતાની જીંદગી જોખમાય તે રીતે વાહન ચલાવતો મળી આવ્યો હતો. આ અંગે પાણીગેટ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.



