Baroda

નશેબાજે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર થાંભલામાં અથડાઇ

By GS Team
18 Jul 20261 min read
TukuTouch Logo
વડોદરાના પાણીગેટ શાક માર્કેટ પાસે નશેબાજ કાર ચાલકે થાંભલામાં કાર અથડાવી હતી. સદ્દનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. પેટ્રોલિંગ કરી રહેલી પાણીગેટ પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ કરતા ચાલક ચિરાગ નટવરભાઈ પટેલ દારૂના નશામાં હોવાનું જણાયું હતું. પરમિટ ન હોવાથી પોલીસે તેની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

નશેબાજે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર થાંભલામાં અથડાઇ

સિટિમાં ખરીદી કરી ઘરે જતા નશેબાજ કાર ચાલકે પાણીગેટ શાક માર્કેટ પાસે કાર થાંભલામાં અથાડી દીધી હતી. સદ્નસીબે કોઇને ઇજા થઇ નહતી.
પાણીગેટ પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો.તે દરમિયાન પાણીગેટ શાક માર્કેટ એકતાનગર પાસે ટોળું ભેગુ થયું હતું. જેથી, પોલીસે સ્થળ પર જઇને તપાસ કરતા એક કાર થાંભલા સાથે અથડાઇ હતી. સ્થળ પર કારચાલક હાજર હોઇ તપાસ કરતા તેણે દારૃનો નશો કર્યો હોવાનું જણાઇ આવ્યું હતું. જેથી, પોલીસે કારચાલક ચિરાગ નટવરભાઇ પટેલ (રહે. શિવાય સ્કાય, બાલાજી મંદિર પાસે,એલ એન્ડ ટી ની સામે,વાઘોડિયારોડ) પાસે દારૃ પીવાની પરમિટ માગી હતી. પરંતુ, તેની પાસે પરમિટ નહીં હોઇ પોલીસે કારચાલક ચિરાગ સામે દારૃ પી ને કાર ચલાવવવાનો કેસ દાખલ કર્યો હતો.