વડોદરાની કેનાલમાં ડૂબવાના બનાવોનો સિલસિલો જારીઃગોરવા,છાણી અને પાદરાની કેનાલમાં ત્રણ ડૂબ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા શહેર અને આસપાસના વિસ્તારમાંથી પસાર થતી કેનાલમાં આત્મહત્યા,હાથ-પગ ધોવા જતાં કે નાહવા જતાં ડૂબી જવાના બનાવો વારંવાર બની રહ્યા છે. આ પ્રકારના વધુ ત્રણ બનાવ બનતાં ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે.
ગોરવામાંથી પસાર થતી કેનાલમાં આજે સવારે એક યુવક પડયો હોવાની માહિતી મળતાં ફાયર બ્રિગેડની ટીમ દ્વારા કેનાલમાં બોટ ઊતારી તેમજ બિલાડી નાખીને શોધખોળ કરવામાં આવી રહી છે.મોડી સાંજ સુધી લાપતા યુવકના કોઇ સગડ મળ્યા નથી.
બીજો બનાવ આજે સાંજે ટીપી-૧૩ વિસ્તારમાં ગણેશ ચોકડી પાસે બન્યો હતો. પ્રાથમિક વિગતો મુજબ,બે કિશોર પૈકી નાહવા પડેલો એક કિશોર પાણીમાં તણાતાં તેને બચાવવા માટે કેટલાક લોકોએ પ્રયાસ કર્યો હતો.કિશોરના હાથમાં લાકડું પણ આવ્યું હતું.પરંતુ વહેણ સામે તે ટકી શક્યો નહતો.ફાયર બ્રિગેડની ટીપી-૧૩ની ટીમ દ્વારા શોધખોળ કરવામાં આવી હતી.પરંતુ કોઇ સગડ મળ્યા નથી.
ડૂબવાનાો ત્રીજો બનાવ પાદરાના વડુ નજીક બામણવસી ખાતેની કેનાલમાં ગઇકાલે બન્યો હતો.જેમાં કેનાલ પર બેઠેલો યુવક પડી જતાં તેને શોધવા માટે આજે પણ વાસણા ફાયર બ્રિગેડની ટીમ દ્વારા શોધખોળ કરવામાં આવી હતી.પરંતુ યુવકનો પતો મળ્યો નથી.



