વડોદરામાં નવરાત્રિ પૂર્વે ગરબા ગ્રાઉન્ડ્સનું ડ્રોન સર્વેલન્સ,ડોગ સ્કવોડ અને બોમ્બ સ્કવોડ દ્વારા ચેકિંગ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરામાં નવરાત્રિ પહેલાં પોલીસની જુદીજદી બ્રાન્ચો દ્વારા ગરબા ગ્રાઉન્ડ્સ અને આસપાસના વિસ્તારોમાં રોજેરોજ ચેકિંગ શરૃ કરવાનું શરૃ કરાયું છે.
નવરાત્રિ દરમિયાન સુરક્ષા જાળવવા માટે એસઓજી દ્વારા વિવિધ ગરબા ગ્રાઉન્ડ્સ, રેલવે સ્ટેશન અને બસ ડેપો જેવા જાહેર સ્થળો પર ડ્રોન કેમેરાથી સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે.જ્યારે,બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ અને ડોગ સ્કવોડ દ્વારા પણ મોટા ગરબા ગ્રાઉન્ડો પર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
પોલીસ કમિશનરે તમામ અધિકારીઓ અને જે તે વિસ્તારના પોલીસ સ્ટેશનના અધિકારીઓને પણ ગરબા ગ્રાઉન્ડ પર નજર રાખવા તેમજ દૂરના અવાવરૃ વિસ્તારોમાં પેટ્રોલિંગ જારી રાખવા સૂચના આપી છે.
ગરબા દરમિયાન ટ્રાફિકનો મુદ્દો પેચીદો બનતો હોવાથી પોલીસ દ્વારા સુરક્ષાની સાથે સાથે ટ્રાફિકના મુદ્દાને પણ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે.આ માટે ગરબા ગ્રાઉન્ડની આસપાસના રૃટ પર પોલીસ દ્વારા કેમેરાથી પણ નજર રાખવામાં આવશે.




