રણોલીના ટ્રાન્સપોર્ટ ઓફિસના મેનેજરને ડ્રાઇવરની ધમકી,તારા પરિવારને ખલાસ કરી દઇશ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

રણોલીની એક ટ્રાન્સપોર્ટ ઓફિસના મેનેજરને તેના ડ્રાઇવરે જાનથી મારી નાખવાની ધમકી આપતાં છાણી પોલીસે ગુનો નોંધ્યો છે.
રણોલીની ખેરા ટ્રાન્સપોર્ટ ઓફિસમાં ફરજ બજાવતા મેનેજર રણવીરસિંહ રાઠોડે પોલીસને કહ્યું છે કે,અમારે ત્યાં ૩૯ દિવસ નોકરી કરનાર ડ્રાઇવર ઇકબાલ નાહરખાન (અંજલી ગામ,રતલામ,એમપી)ને પૂરો પગાર આપ્યો હતો.પહેલીવાર ૧૧૪ લીટર ડીઝલની ઘટ પડતાં તેને સમજાવ્યો હતો.પરંતુ ત્યારપછી પણ ૮૩ લીટરની ઘટ પડતાં તેની પાસે ૮હજાર વસૂલ કરવા માટે શેઠે કહ્યું હતું.જ્યારે ઇકબાલ તેના પગારના બાકી રૃ.૨૬૦૦ માગતો હતો.મેં ડીઝલની રકમ કાપીને ઇકબાલ પાસે રૃ.૫૫૦૦ માગતા તેણે મને મોબાઇલ અને વ્હોટ્સએપ ઉપર ગાળો ભાંડી મારા પરિવારને મારી નાખવાની ધમકી આપી હતી.જેથી પોલીસે ગુનો નોંધ્યો છે.




