Baroda
કપુરાઈ બ્રિજ પાસેથી દારુનો જથ્થો ભરેલી કાર સાથે ચાલક પકડાયો
By GS Team
31 Oct 20261 min read
પોલીસને મળેલી બાતમીના આધારે, ગઈકાલે શુક્રવારે રાત્રે 1:30 વાગ્યે કપુરાઈ બ્રિજ નીચેથી પોલીસે એક કારને આંતરી હતી. વડોદરાના નરેશકુમાર પરમાર નામનો કારચાલક દારૂ અને બિયરનો જથ્થો લઈને પસાર થઈ રહ્યો હતો. પોલીસે કારમાંથી ₹93,600ની કિંમતની 648 બોટલ દારૂ, મોબાઈલ અને કાર સહિત કુલ ₹2,48,600નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. કપુરાઈ પોલીસે નરેશ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Summarized by AI; it may make mistakes. Check important info

વિદેશી દારુનો જથ્થો ભરેલી કાર કપુરાઈથી વાઘોડિયા બ્રિજ તરફ પસાર થવાની માહિતી પોલીસની ટીમને સાંપડી હોઈ, એના આધારે ગઈકાલે શુક્રવારે રાત્રે દોઢ વાગ્યે કપુરાઈ બ્રિજ નીચે પોલીસકર્મીઓએ વાહનો આડા ઊભા રાખી બાતમી મુજબની કારને રોકી હતી. કારચાલક નરેશકુમાર જયંતીલાલ પરમાર (રહે.કોપલીવાળુ ફળિયું, મેઘાકૂઈ ગામ, વડોદરા) હોવાનું બહાર આવ્યું હતું. કારમાંથી દારુ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો. દારુની રૃા.૯૩,૬૦૦ની કિંમતની ૬૪૮ બોટલ, એક મોબાઈલ ફોન તથા કાર સહિત કુલ રૃા. ૨,૪૮,૬૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે. કપુરાઈ પોલીસે નરેશ સામે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે.