દિલ્હી મુંબઇ એક્સપ્રેસ હાઇવે પરથી ૧૮.૧૭ લાખનો વિદેશી દારૃ ભરેલા ટેમ્પા સાથે ડ્રાઇવર પકડાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

કરજણ તાલુકામાંથી પસાર થતા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પરથી ૧૮.૧૭ લાખનો વિદેશી દારૃ ભરેલા ટેમ્પા સાથે પોલીસે ડ્રાઇવરને ઝડપી પાડયો છે.
મળતી માહિતી અનુસાર, વડોદરા ગ્રામ્ય એલ.સી.બી.ની ટીમે મળેલી માહિતીના આધારે કરજણ તાલુકાના સાંપા ગામ નજીકના નેશનલ એકસપ્રેસ હાઇવે ઉપર વોચ ગોઠવી એક આઇશર ટેમ્પાને રોકી તપાસ કરી હતી. ડ્રાઇવરે પોતાનું નામ અર્જુન રામજીત બિંદ (રહે. સેખાહી ગામ, તા.શાહગંજ, જિ.જોહપુર, યુ.પી) જણાવ્યું હતું. ટેમ્પામાં પ્લાસ્ટિકની બોટલ,ગ્લાસ, ડબ્બાની આડમાં ભરેલા બિયરના ૭,૫૮૪ ટીન કિંમત રૃપિયા ૧૮,૧૭,૬૬૪ ના મળી આવ્યા હતા. પોલીસે દારૃ, મોબાઇલ, આઇશર ટેમ્પો, જી.પી.એસ. ટ્રેકર, વગેરે મળી કુલ ૨૮.૫૩ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
આરોપીએ પોલીસ પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે, આ ટેમ્પો મને સકીલ મોહમંદે (રહે. સુલતાનપુર, યુ.પી. હાલ રહે. દમણ) મને ભરૃચ નજીક આપી હતી. તેમજ આ ગાડી વડોદરા ગોલ્ડન ચોકડી થી આગળ નેશનલ હાઇવે ૪૮ ઉપર એરફોર્સનો બ્રિજ આવેલ છે ત્યાં પહોંચાડવાની હોવાનું જણાવ્યું હતું.




