Baroda

ભાયલીમાં કેનાલ રોડ નજીક ત્રણ દિવસથી પીવાનું પાણી ગટરમાં વહી રહ્યું છે

By GS Team
9 Sep 20261 min read
TukuTouch Logo
વડોદરાના ભાયલી વિસ્તારમાં પીવાના પાણીનો બેફામ બગાડ સામે આવ્યો છે. નાયરા પેટ્રોલ પંપ સામે કેનાલ રોડ પર ફ્લાયઓવર થાંભલા પાસે છેલ્લા 3 દિવસથી પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા હજારો લિટર પાણી ગટરમાં વહી રહ્યું છે. સ્થાનિકોના રોષ છતાં તંત્રનું ધ્યાન ન જતા, પાણીની સમસ્યા વચ્ચે આ બગાડથી સવાલો ઉભા થયા છે. તાત્કાલિક સમારકામની માંગ કરાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભાયલીમાં કેનાલ રોડ નજીક ત્રણ દિવસથી પીવાનું પાણી ગટરમાં વહી રહ્યું છે

Vadodara : ભાયલી વિસ્તારમાં પીવાના પાણીના બેફામ બગાડનો કિસ્સો સામે આવ્યો છે. નાયરા પેટ્રોલ પંપની સામે કેનાલ રોડ પર ફ્લાયઓવરના થાંભલા પાસે છેલ્લા ત્રણ દિવસથી પીવાના પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા સતત પાણી લીક થઈ ગટરમાં વહી રહ્યું છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, પાણીની લાઈનમાં ભંગાણને કારણે દિવસ-રાત સતત 24 કલાક પીવાનું પાણી વેડફાઈ રહ્યું છે. તેમ છતાં ત્રણ દિવસથી આ સ્થિતિ યથાવત હોવા છતાં સંબંધિત તંત્રનું ધ્યાન હજુ સુધી ગયું ન હોવાનું સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
એક તરફ શહેરના અનેક વિસ્તારોમાં પાણીની સમસ્યા અને ઓછા દબાણની ફરિયાદો સામે આવી રહી છે, ત્યારે બીજી તરફ હજારો લિટર પીવાનું પાણી ગટરમાં વહી જતું હોવાના બનાવથી તંત્રની કામગીરી સામે સવાલો ઊભા થયા છે.
સ્થાનિકોએ માંગ કરી છે કે પાણીની લાઈનમાં સર્જાયેલ ભંગાણનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે અને પીવાનું શુદ્ધ પાણી આ રીતે ગટરમાં વહીને વેડફાય નહીં તે માટે તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવે.