Baroda

સયાજી હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટર્સનો આક્ષેપના પગલે ડો.ચિરાગ બારોટની ભાવનગર ટ્રાન્સફર

By GS Team
3 Sep 20262 mins read
TukuTouch Logo
વડોદરાની સયાજી હોસ્પિટલમાં માનસિક રોગ વિભાગના ડો. ચિરાગ બારોટની ભાવનગર બદલી કરાઈ છે. રેસિડેન્ટ ડોક્ટર્સને મેન્ટલ હેરેસમેન્ટ તથા રેગિંગની ફરિયાદ બાદ આરોગ્ય મંત્રીએ આ કાર્યવાહી કરી. ડો. બારોટ સામે અયોગ્ય વર્તન, રેગિંગ અને સત્તાના દુરુપયોગના આક્ષેપો હતા, જેમાં અંગત કામ કરાવવા અને જાહેરમાં અપમાનિત કરવાનો પણ સમાવેશ થાય છે. અગાઉ પણ તેમના પર આવા આરોપો લાગ્યા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

સયાજી હોસ્પિટલના  રેસિડેન્ટ  ડોક્ટર્સનો આક્ષેપના પગલે ડો.ચિરાગ બારોટની ભાવનગર ટ્રાન્સફર

સયાજી હોસ્પિટલના માનસિક રોગ વિભાગના ડો.ચિરાગ બારોટ દ્વારા રેસિડેન્ટ ડોક્ટર્સને મેન્ટલ હેરેસમેન્ટ તથા રેગિંગ કરાતું હોવાની રજૂઆતને ધ્યાને લઇ સયાજી હોસ્પિટલની મુલાકાતે આવેલા રાજ્યના આરોગ્ય મંત્રીએ તાત્કાલિક અસરથી તેઓની બદલી ભાવનગર ખાતે કરી દીધી છે.
મળતી માહિતી મુજબ, માનસિક રોગ વભાગના ડા. ચિરાગ કે. બારોટ દ્વારા પોસ્ટગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ અને સીનિઅર રેસિડેન્ટ્સ સાથે અયોગ્ય વર્તન, રેગિંગ અને સત્તાના દુરૃપયોગ અંગેની ફરિયાદ થઇ હતી. એસોસિએશન દ્વારા થયેલી ફરિયાદમાં એવા આક્ષેપો હતા કે, (૧) શૈક્ષણિક અથવા વિભાગીય જરૃરિયાતોના બહાને વિભાગના વડાને જાણ કર્યા વગર રેસિડેન્ટ્સ પાસે દરેક સૂચનાનું પાલન કરાવવામાં આવે છે.(૨) રેસિડેન્ટ્સને હોસ્પિટલમાં ખોરાક અને તમાકુ જેવા ગેરકાયદેસર પદાર્થો લાવી આપવા માટે બોલાવવામાં આવે છે.(૩)હોસ્પિટલમાં તેઓના પહેરવેશ અને દેખાવ અંગે ટિપ્પણીઓ પસાર કરવામાં આવે છે. (૪) રેસિડેન્ટ્સને તેમના અંગત કામ માટે ડયુટીના કલાકો પૂરા થયા પછી પણ વોર્ડમાં રોકાઈ રહેવા મજબૂર કરવામાં આવે છે.(૫) વ્યાવસાયિક મર્યાદાઓ જાળવવામાં આવતી નથી.(૬) તેમના માટેના નાસ્તા અને ભેટ-સોગાદોનો ખર્ચ રેસિડેન્ટ્સે ભોગવવો પડે છે.(૭) એચ.ઓ.ડી.ને જાણ કર્યા વિના અથવા અન્ય કન્સલ્ટન્ટ્સની સંમતિ વિના, તેમની સ્વેચ્છાએ રેસિડેન્ટ્સની ડયુટી બદલવામાં આવે છે અથવા સોંપવામાં આવે છે.(૮) વોર્ડમાં અન્ય સ્ટાફ અને દર્દીઓની સામે રેસિડેન્ટ્સનું જાહેરમાં અપમાન કરવામાં આવે છે.(૯) જો તેમના આદેશોનું પાલન કરવામાં ન આવે, તો શૈક્ષણિક પરિણામો (થીસીસ પૂર્ણ કરવા અથવા પરીક્ષામાં પાસ થવા) અંગે વારંવાર ધમકીઓ આપવામાં આવે છે. (૧૦) અંગત જીવન વિશે પૂછપરછ કરવામાં આવે છે. (૧૧) સોશિયલ મીડિયા પર અયોગ્ય સંદેશાઓ કરાય છે. આવી પરિસ્થિતિમાં રેસિડેન્ટ્સ સતત એવું અનુભવી રહ્યા છે કે,અમે ઘાર પર ચાલી રહ્યા છે.અમારા માનસિક સ્વાસ્થ્યને પ્રતિકૂળ અસર થઇ રહી છે. ઘણા રેસિડેન્ટ્સને આપઘાતના વિચારો પણ આવે છે. શૈક્ષણિક પરિણામના ડરથી અમે ઘણીવાર માગણીઓનો ઇન્કાર કરી શકતા નથી. ઉલ્લેખનીય છે કે, ડો. ચિરાગ બારોટ સામે ગત વર્ષે જ બળાત્કારનો કેસ નોંધાયો હતો. ડો.ચિંતન સોલંકીએ વધુમાં જણાવ્યું છે કે, ડો.ચિરાગ બારોટ સામે અગાઉ વર્ષ ૨૦૨૮ માં પણ આ રીતે ેહેરેસમેન્ટ કરવા બદલ ફરિયાદ થઇ હતી.