Baroda

8 સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદીના વડોદરા પ્રવાસને કારણે ગણેશોત્સવના આયોજકોની પરવાનગી રદ કરવાની ચર્ચા

By GS Team
3 Sep 20261 min read
TukuTouch Logo
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 8 સપ્ટેમ્બરે વડોદરાની મુલાકાતે આવશે. તેમના આગમનને પગલે ગણેશોત્સવના ધાર્મિક કાર્યક્રમોની અગાઉ અપાયેલી પરવાનગીઓ રદ થવાની ચર્ચાથી આયોજકો ચિંતિત છે. વોર્ડ નંબર 14ના કાઉન્સિલર તીર્થ બ્રહ્મભટ્ટે પોલીસ કમિશનરને રજૂઆત કરી છે. તેમણે જણાવ્યું કે, આયોજકોએ ખર્ચ કરીને બુકિંગ કરાવ્યા છે, પરવાનગી રદ થતાં આર્થિક બોજ પડશે. સાંજે ગણેશ આગમનના કાર્યક્રમો યોજવાની મંજૂરી આપવા માંગ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

8 સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદીના વડોદરા પ્રવાસને કારણે ગણેશોત્સવના આયોજકોની પરવાનગી રદ કરવાની ચર્ચા

Vadodara News : આગામી 8 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા શહેરની મુલાકાતે આવવાના છે. વડાપ્રધાનના આગમનને લઈને એક તરફ શહેરમાં સુરક્ષા અને વહીવટી તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે બીજી તરફ એ જ દિવસે ગણેશોત્સવના ધાર્મિક કાર્યક્રમો માટે અગાઉથી અપાયેલી પરવાનગીઓ રદ કરવામાં આવશે તેવી ચર્ચાએ આયોજકોમાં ચિંતા ઊભી કરી છે.
આ મુદ્દે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ નંબર 14ના કાઉન્સિલર તીર્થ બ્રહ્મભટ્ટે પોલીસ કમિશનરને લેખિત રજૂઆત કરી છે. તેમણે જણાવ્યું છે કે ગણેશોત્સવના આયોજકોએ 8 સપ્ટેમ્બરના રોજ ગણેશજીના આગમન નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજવા માટે અગાઉથી પરવાનગીઓ મેળવી લીધી છે.
કાઉન્સિલરે રજૂઆતમાં જણાવ્યું છે કે આ કાર્યક્રમો માટે આયોજકોએ સાઉન્ડ સિસ્ટમ, ઢોલ-તાસા અને પ્રસાદી સહિતની વ્યવસ્થાઓ અગાઉથી બુક કરી દીધી છે અને તેના માટે ખર્ચ પણ કરવામાં આવ્યો છે. હવે જો અચાનક આ કાર્યક્રમોની પરવાનગી રદ કરવામાં આવશે તો આયોજકો પર મોટો આર્થિક બોજો પડી શકે છે.
તીર્થ બ્રહ્મભટ્ટે જણાવ્યું છે કે વડાપ્રધાનનો કાર્યક્રમ 8 સપ્ટેમ્બરના રોજ બપોરે અંદાજે 3 વાગ્યા સુધીમાં પૂર્ણ થવાની શક્યતા છે, જ્યારે ગણેશોત્સવના મોટાભાગના આયોજકોએ ગણેશજીના આગમનના કાર્યક્રમો સાંજના સમયે યોજવાનું આયોજન કર્યું છે. આવી સ્થિતિમાં વડાપ્રધાનના કાર્યક્રમને અસર ન થાય તે રીતે સાંજના સમયે ધાર્મિક કાર્યક્રમો યોજવા મંજૂરી આપી શકાય તેમ છે.