સ્વ.યોગેશ પટેલનો સંકલ્પ સાકાર કરવા 11,11,111 રુદ્રાક્ષની માળા સાથે ભક્તો સોમનાથ જવા રવાના થશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Ex MLA Yogesh Patel : વડોદરાના પૂર્વ ધારાસભ્ય સ્વર્ગસ્થ યોગેશ પટેલના સંકલ્પને સાકાર કરવા શ્રી સત્યમ શિવમ સુંદરમ સમિતિ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. શ્રી સોમનાથ મહાદેવ મંદિરને 11,11,111 રુદ્રાક્ષની માળાઓથી શણગારવાના સંકલ્પ સાથે સમિતિના કાર્યકરો અને ભોલે ભક્તો રુદ્રાક્ષની માળાઓ લઈને સોમનાથ જવા પ્રસ્થાન કરશે.
આ આયોજન અંતર્ગત એક બસમાં સમિતિના કાર્યકરો અને ભક્તો જ્યારે એક આઇસર ટેમ્પોમાં રુદ્રાક્ષની માળાઓ લઈ જવામાં આવશે. આજે 28 નવેમ્બર, શનિવારના રોજ સાંજે 5:30 કલાકે કલાલી-વડસર રોડ પર આવેલા શ્રી જાગનાથ મહાદેવ મંદિર ખાતેથી પ્રસ્થાન કરવામાં આવશે.
સ્વ. યોગેશ પટેલના આ ધાર્મિક સંકલ્પને પૂર્ણ કરવા માટે સમિતિના કાર્યકરો દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે. સોમનાથ મહાદેવના મંદિરને રુદ્રાક્ષની માળાઓથી શણગારવાની આ પહેલ ધાર્મિક આસ્થાનું વિશેષ આયોજન બની રહેશે.




