વડોદરાથી મહારાષ્ટ્રના રાયગઢ સુધી ટ્રેન દોડાવવા માગ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

શહેરમાં મોટી સંખ્યામાં મહારાષ્ટ્રિયન સમાજના લોકો વસવાટ કરે છે. મહારાષ્ટ્ર સ્થિત પોતાના વતન રાયગઢ જવા માટે આ સમાજના મુસાફરોને રેલવેની મર્યાદિત ટ્રેન સેવાના કારણે હાલાકીનો સામનો કરવો પડે છે.
દર શુક્રવારે ઉપડતી મરુસાગર એક્સપ્રેસને ભીલ રેલવે સ્ટેશન ખાતે સ્ટોપેજ આપવામાં આવ્યું છે. જોકે, મુસાફરોની સંખ્યા સામે ટ્રેનની ઉપલબ્ધતા મર્યાદિત હોવાથી ખાસ કરીને તહેવારો દરમિયાન ભારે ભીડ જોવા મળે છે. તાજેતરમાં ગણેશોત્સવને ધ્યાનમાં રાખીને રેલવે દ્વારા વિશ્વામિત્રી-રત્નાગીરી સાપ્તાહિક ટ્રેન શરૃ કરાઈ છે. આ ટ્રેનને દૈનિક ધોરણે દોડાવવામાં આવે તેવી માગ ઊઠી છે.
આ માગને લઈને અખિલ મહારાષ્ટ્ર યુવક સંગઠન તેમજ મહારાષ્ટ્રિયન સમાજના આગેવાનો દ્વારા આવતીકાલે તા. ૧૧ ઓગસ્ટે પ્રતાપનગર ખાતે ડીઆરએમને આવેદનપત્ર સુપરત કરાશે.આગેવાનોનું કહેવું છે કે દૈનિક ટ્રેન સેવા ઉપલબ્ધ થાય તો રૃટમાં આવતા અન્ય શહેરોના મુસાફરોને પણ સરળ અને સુવિધાજનક મુસાફરીનો લાભ મળી શકે.




