યુસુફ પઠાણને ૫ કરોડમાં પ્લોટ ભેટ આપવાની દરખાસ્ત રદ કરવા માગ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

પૂર્વ ભારતીય ક્રિકેટર યુસુફ પઠાણે છેલ્લા ૧૪ વર્ષથી ગેરકાયદે કબજો જમાવી રાખેલા કોર્પોરેશનના રૃા.૨૦ .૫૩ કરોડના પ્લોટને માત્ર રૃા.૫.૫૨ કરોડમાં પધરાવી દેવાની દરખાસ્ત અંગે આવતીકાલે શુક્રવારે મળનારી સ્થાયી સમિતિમાં નિર્ણય થશે. જોકે હાલ આ મુદ્દો રાજકીય મોરચે ભારે ચર્ચાનો વિષય બન્યો છે. આ વિવાદિત દરખાસ્ત રદ કરવા વિપક્ષ અને સામાજિક સંસ્થા દ્વારા મ્યુનિ.કમિશ્નરને રજૂઆત કરાઈ છે.
વિશ્વામિત્રી બચાવો સમિતિ દ્વારા જણાવાયું છે કે દરખાસ્તની શરત મુજબ, આ ઠરાવને પૂર્વ દ્રષ્ટાંત તરીકે ગણી શકાશે નહીં એટલે કે અન્ય આંતરાષ્ટ્રીય રમતવીરોને આ ઠરાવના આધારે પ્લોટ ફાળવાશે નહીં. આમ, હિંદુ આતરરાષ્ટ્રીય ખેલાડીઓને અન્યાય કરતી આ દરખાસ્ત ભારતના બંધારણના આર્ટીકલ ૧૫નો ભંગ કરે છે. રાજ્ય સરકારના મહેસુલ વિભાગ પાસેથી જમીન મેળવ્યા વગર પ્લોટ આપી શકાય નહીં. કારણ કે રાજ્ય સરકાર વર્ષો સુધી યોગ્ય જમીનો ફાળવતી નથી.
વધુમાં ઉમેર્યું કે વડોદરા મ્યુનિ.કોર્પોરેશને ૧૪ વર્ષ સુધી પ્લોટ પરથી ગેરકાયદે દબાણો દૂર કર્યા નથી. દબાણ દૂર કરવામાં ભેદભાવ રાખવો રાઈટ ઓફ ઈક્વીલિટીનો ભંગ છે. કોર્પોરેશનની માલીકીના પ્લોટનો ઉપયોગ કરવામાં આવે ત્યારે પ્રતિ ચોરસ મીટર /પ્રતિ દિવસના ન્યૂતમ રૃા.૧૫ લેખે વસૂલવાના થાય છે. વસૂલાતની કાર્યવાહીમાં પણ આંખ આડા કાન કરી નગરજનોને નુકસાન પહોંચાડયું છે. વર્ષ ૨૦૨૧૪માં ગુજરાત સરકારે યુસુફ પઠાણને પ્લોટ આપવાની અરજીનો અસ્વીકાર કર્યો હતો. અરજી નામંજૂર થયા બાદ ફરી તેના આધારે અચાનક રૃા.૨૦ કરોડનો પ્લોટ માત્ર રૃા.૫ કરોડમાં આપી દેવાનો નિર્ણય ગેરકાયદે હોવાનું સ્પષ્ટ થાય છે,એમ સમિતિએ જણાવ્યું છે.
અગાઉ ગુજરાત હાઈકોર્ટમાં નામદાર ચીફ જસ્ટીસના અવલોકન બાદ યુસુફ પઠાણે અપીલ પરત ખેંચી હતી. કોર્પોરેશન સામે વકીલો રાખનારની તરફદારી કરવી વાજબી નથી. આ દરખાસ્ત ક્ષતિગ્રસ્ત, લીમીટેશન કાયદાથી વિપરીત રમતવીરોના બંધારણીય અધિકાર પર તરાપ મારતી અને કરોડો રૃપિયાની લાગતો નહીં વસૂલી નુકશાન કરાવતી હોવાથી રદ્દ કરવી જોઈએ એમ વધુમાં ઉમેરાયું છે.
કોના દબાણમાં આવીને આ નિર્ણય કરાયો તેવો સવાલ
કોંગી કાઉન્સિલરે મ્યુનિ. કમિશ્નરને સવાલ કર્યો છે કે કોર્પોરેશનની આિાૃર્થક સિૃથતિ કાૃથળી રહી છે ત્યારે આવક વાૃધારવાને બદલે મફતમાં પ્લોટોની લહાણી કેમ કરવામાં આવી રહી છે.વર્ષોાૃથી કોઈ પણ જાતની પરવાનગી વિના કરવામાં આવેલા દબાણને દૂર કરવામાં કોર્પોરેશન કેમ નિષ્ફળ રહ્યું અને તેમની પાસેાૃથી દંડ કેમ વસૂલવામાં આવ્યો નાૃથી.દબાણ તાત્કાલિક દૂર કરી નીતિ-નિયમો મુજબ દંડ વસૂલવામાં આવે અને જમીન વેચવાની હોય તો જાહેર હરાજી દ્વારા સૌાૃથી વધુ બોલી લગાવનારને ફાળવવામાં આવે તેવી રજૂઆત સાાૃથે દરખાસ્ત નામંજૂર કરવાની માગ છે.
વેરો ભરતા નાગરિકોને પણ પ્લોટ માટે તક આપો અન્ય એક કોંગી કાઉન્સિલરે મ્યુનિ. કમિશ્નનરને રજૂઆત કરી છે કે જો યુસુફ પઠાણને પ્લોટ ફાળવવામાં આવતો હોય તો ટેક્સ ભરતા સામાન્ય નાગરિકોને પણ આવી તક મળવી જોઈએ. પ્લોટની પ્રવર્તમાન બજારકિંમતના ૫૫ ટકા વસૂલ કરીને ૪૫ ટકા રાહત સાથે કાયદેસર રીતે પ્લોટ ફાળવવામાં આવે, જેથી બંધારણના અનુચ્છેદ-૧૪ હેઠળ સમાનતાના અધિકારના સિદ્ધાંતોનું પાલન થાય. આ ઉપરાંત ગરીબ વસાહતોમાં રહેતા અને રૃા.૧૦૦, ૨૦૦ કે ૫૦૦ના સ્ટેમ્પ પેપર પર મકાનો ધરાવતા નાગરિકોના મકાનોને પણ કાયદેસર કરી આપવા ભલામણ કરાઈ છે.




