Baroda

વાઘોડિયારોડ પર મળસ્કે ગણેશજીના પંડાલને નુકસાન

By GS Team
8 Sep 20261 min read
TukuTouch Logo
વડોદરાના વાઘોડિયા રોડ પર ગણેશજીના પંડાલને નુકસાન પહોંચાડતા સ્થાનિકોમાં રોષ ભભૂક્યો છે. ધીરજ સોસાયટીના પ્રદીપસિંહ ઓરીયાએ બાપોદ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, 3 દિવસ પહેલા વહેલી સવારે 4 વાગ્યે 2 ટુ-વ્હીલર પર આવેલા 3 અજાણ્યા શખ્સોએ ભારતસમાજ સોસાયટી પાસેના ગણેશ પંડાલના લોખંડના થાંભલા વાળી દીધા હતા. આ સાથે મિત્રની કારને પણ નુકસાન થયું હતું. સીસીટીવી ફૂટેજ પણ પોલીસને સુપરત કરાયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વાઘોડિયારોડ પર મળસ્કે  ગણેશજીના  પંડાલને નુકસાન

વાઘોડિયારોડ પર ગણેશજીના પંડાલને નુકસાન કરવામાં આવતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ છે.
બાપોદ તળાવ પાસેની ધીરજ સોસાયટીમાં રહેતા પ્રદીપસિંહ દિલીપસિંહ ઓરીયાએ બાપોદ પોલીસ સ્ટેશનમાં અરજી આપી જણાવ્યું છે કે, મારા ઘર નજીક ભારતસમાજ સોસાયટી પાસે શ્રી ગણેશજીનો પંડાલ બાંધ્યો હતો. ત્રણ દિવસ પહેલા મળસ્કે ચાર વાગ્યે ટુ વ્હીલર પર આવેલા ત્રણ અજાણ્યા લોકોએ પંડાલના લોખંડના થાંભલા બેન્ડ કરી દીધા હતા. તેમજ મારા મિત્ર પ્રતિકની કારને પણ નુકસાન કર્યું હતું.આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ પોલીસને આપવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.