Baroda

પિતાનો મોબાઇલ સાયબર ગઠિયાએ હેક કરી રૃપિયા ઓનલાઇન પડાવ્યા

By GS Team
8 Oct 20261 min read
TukuTouch Logo
વરણામાના સત્તારખાન દિવાન પુત્રીના લગ્નની ખરીદી કરવા કરજણ ગયા હતા. ત્યારે બપોરે 2 વાગ્યે તેમનો ફોન હેક થયો અને 100% અપડેટ બાદ બંધ પડ્યો. ફોન ચાલુ થતાં જ તેમના બેંક ખાતામાંથી સાયબર ગઠિયાઓએ ₹90,000 ઉપાડી લીધાનો મેસેજ મળ્યો. તેમણે તાત્કાલિક ઓનલાઈન ટ્રાન્ઝેક્શન બંધ કરાવ્યા અને વરણામા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પિતાનો મોબાઇલ સાયબર ગઠિયાએ હેક કરી રૃપિયા ઓનલાઇન પડાવ્યા

પુત્રીના લગ્નની ખરીદી કરવા ગયેલા પિતાનો મોબાઇલ હેક થઇ ગયો હતો અને જ્યારે મોબાઇલ ચાલું થયો ત્યારે બેન્કના એકાઉન્ટમાંથી સાયબર ગઠિયાઓએ બારોબાર રકમ ઉપાડી લીધી હોવાનું જાણવા મળ્યું હતું.
વરણામામાં રહેતા સત્તારખાન યાકુબભાઇ દિવાને વરણામા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે હું પોર જીઆઇડીસીની ખાનગી કંપનીમાં નોકરી કરું છું. મારી પુત્રી મુસ્કાનનું લગ્ન નક્કી થયું હોવાથી તા.૫ના રોજ હું પત્ની આસ્મીન સાથે કરજણ ખાતે ખરીદી કરવા માટે ગયો હતો.
અમો ખરીદી કરતા હતા ત્યારે બપોરે બે વાગ્યાની આસપાસ મારા ફોનની ડિસ્પ્લે પર ગુગલ પ્લે સર્વિસ ડાઉનલોડિંગ અપડેટ લખીને આવ્યું હતું અને મારો ફોન હેક થઇ ગયો હતો. ફોનમાં કોઇ પ્રોસેસ થતી ન હતી અને અપડેટ ૧૦૦ ટકા થયા બાદ ફોન અચાનક બંધ થઇ ગયો હતો. કરજણ બજારમાંથી હું પત્ની સાથે ઘેર આવ્યો હતો અને મેં મોબાઇલમાંથી સિમકાર્ડ કાઢી નાંખ્યું હતું.
૧૦ મિનિટ બાદ ફોન શરૃ થયો તો મારા બેન્ક એકાઉન્ટમાંથી ૯૦ હજાર ઉપડી ગયાનો મેસેજ આવ્યો હતો. મેં બેન્કમાં જઇ તપાસ કરતા સાયબર ક્રાઇમ થયું હોવાનું જાણવા મળ્યું હતું. મેં તાત્કાલિક ઓનલાઇન ટ્રાન્ઝેક્શનો બંધ કરાવી દીધા હતાં. ઉપરોક્ત વિગતોની ફરિયાદના પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.