વડોદરા નજીક જાંબુઆ બ્રિજ ઉપર મગરની લટાર : લોકોએ પણ મગર પાસેથી અવરજવર કરી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Crocodile : વડોદરામાં મગરો જાહેર માર્ગો અને રહેણાંક વિસ્તારોમાં આવી જવાના બનાવો હવે સામાન્ય બની રહ્યા છે. પરિણામે મગરો અને લોકોમાં વચ્ચેનો ડર ધીમે ધીમે ઓસરતો હોય તેમ લાગે છે.
પોર બળીયાદેવ મંદિર પાસે પાછળ ગ્રીલમાં ફસાયેલા મગરનું રેસ્ક્યુ કરાયા બાદ હવે આજે સવારે વડોદરા પાસેના જાંબુવા બ્રિજ ઉપર મગર બિન્દાસ્ત ટહેલતો જોવા મળ્યો હતો. શરૂઆતમાં વાહન ચાલકોમાં થોડો ગભરાટ જોવા મળ્યો હતો પરંતુ મગર પોતાની મસ્તીમાં બ્રિજ પર ચાલતો હોવાથી લોકોનો ડર થોડો ઓછો થયો હતો અને મગરથી 10 ફૂટ દૂર વાહન વ્યવહાર જોવા મળ્યો હતો.
બનાવની જાણ ફોરેસ્ટ તેમજ જીવદયા કાર્યકરોને કરાતા ટીમ આવી ગઈ હતી. પ્રથમ દ્રષ્ટિએ મગરે કુતરા કે ભૂંડનો શિકાર કર્યો હોય કેમ લાગી રહ્યું હતું. જેથી નવેક ફૂટના મગરને લાકડી વડે આગળ ખસેડીને નદીમાં ઉતારવા માટે પ્રયાસ શરૂ કરાયો હતો. જે કામગીરી જોવા લોકોના ટોળાં ઉમટ્યા હતા.









